News of Friday, 22nd May 2026
રાજ્યમાં વસતી ગણતરી 2027: રાજ્ય પોલીસ વડાએ ઓનલાઇન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી કરી 'સ્વ નોંધણી'
રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારોને રાષ્ટ્રના આ મહત્વપૂર્ણ અને ડિજિટલ અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા તથા પોતાની વિગતો ઓનલાઇન પોર્ટલ પર વહેલી તકે અપડેટ કરવા ખાસ અનુરોધ કર્યો

અમદાવાદ :રાજ્યમાં આગામી વસતી ગણતરી-૨૦૨૭ની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ડિજિટલ માધ્યમથી શરૂ થયેલા 'સ્વ ગણતરી' (સેલ્ફ-એન્યુમરેશન) અભિયાનમાં રાજ્ય પોલીસ વડા (DGP) એ પોતે જોડાઈને એક પ્રેરણાદાયી પહેલ કરી છે. રાજ્ય પોલીસ વડાએ સત્તાવાર ઓનલાઇન પોર્ટલની મુલાકાત લઈને પોતાના પરિવારની તમામ જરૂરી વિગતો ડિજિટલ પદ્ધતિથી ભરીને સફળતાપૂર્વક સ્વ નોંધણી કરાવી હતી.
આ પ્રસંગે તેમણે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારોને રાષ્ટ્રના આ મહત્વપૂર્ણ અને ડિજિટલ અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા તથા પોતાની વિગતો ઓનલાઇન પોર્ટલ પર વહેલી તકે અપડેટ કરવા ખાસ અનુરોધ કર્યો છે.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
