<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

જનગણના-વસ્તી ગણતરી ૨૦૨૭ના બીજા તબક્કાની સમીક્ષાઃ રાજ્ય-સ્તરીય જનગણના સંકલન સમિતિ (SLCCC)ની ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ

તમામ સંબંધિત વિભાગો- એજનસીઓને પરસ્‍પર સંકલન જાળવવા તથા સમયમર્યાદાનું ચુસ્‍તપણે પાલન કરવા મુખ્‍ય સચિવ એમ.કે.દાસની તાકીદ

ગાંધીનગરઃ જનગણના ૨૦૨૭ના બીજા તબક્કા (વસ્તીની ગણતરી) માટેની તૈયારીઓ અને કાર્યકારી માળખાની સમીક્ષા કરવાના હેતુથી  ગુજરાતના મુખ્ય સચિવ  એમ. કે. દાસના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય-સ્તરીય જનગણના સંકલન સમિતિ (SLCCC)ની ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી.

 

સમિતિને સંબોધતા, મુખ્ય સચિવ  એમ. કે. દાસે રાજ્ય સરકારના તમામ સંબંધિત વિભાગો અને એજન્સીઓને પરસ્પર સુમેળભર્યું સંકલન જાળવવા અને નિર્ધારિત સમયમર્યાદાનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જનગણના ૨૦૨૭ના બીજા તબક્કા સાથે સંકળાયેલા તમામ લક્ષ્યાંકો અને મહત્વપૂર્ણ કામગીરીઓ રાજ્યભરમાં સુચારુ રીતે, કાર્યક્ષમતાપૂર્વક અને નક્કી કરેલા સમયગાળામાં પૂર્ણ થવી જોઈએ.

 

આ બેઠકમાં ગુજરાત જનગણના નિદેશાલયના નિયામક   સુજલ જે. મયાત્રાએ, સમિતિના સંયોજક તરીકે, એક વિસ્તૃત પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં જનગણનાના બીજા તબક્કાનો વ્યાપ, મુખ્ય કાર્યકારી પાસાઓ, કામગીરીનું કામચલાઉ કેલેન્ડર તેમજ આગામી તબક્કામાં સામેલ કરવામાં આવનારી ડિજિટલ સુવિધાઓ અને નવીનતાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:56 PM IST)