<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

૧૮ વર્ષની આરોગ્‍યસેવાની ઉજવણીઃ સમાજના સ્‍વાસ્‍થ્‍ય માટે શ્રી ગિરિરાજ હોસ્‍પિટલની વિશેષ પહેલ

૧૮મી વર્ષગાંઠ નિમિત્તે ઓપીડી કન્‍સલ્‍ટેશન પર ૧૮% ડિસ્‍કાઉન્‍ટઃ રૂ.૧૮૦માં હેલ્‍થ ચેક-અપ મહત્‍વપૂર્ણ આરોગ્‍ય તપાસ સાથે હેલ્‍થ ચેક-અપમાં સમાવેશઃ લોહીની તપાસ, બ્‍લડસુગર, લીવરની તપાસ, કિડનીની તપાસ, કોલેસ્‍ટ્રોલની તપાસ, હૃદયની તપાસ, બોડી એનાલાઇઝર, ડાયટિશિયન દ્વારા માર્ગદર્શનઃ ભરૂચ ખાતે શ્રી ગિરિરાજ હોસ્‍પિટલના નવા યુનિટનો પ્રારંભ

રાજકોટઃ આરોગ્‍યસેવા માત્ર સારવાર પૂરતી સીમિત ન રહે, પરંતુ દર્દી અને તેના પરિવારને વિશ્વાસ, ગુણવત્તા, સુલામતી અને સંવેદના સાથે શ્રેષ્ઠ સારવાર મળી રહેઆ ધ્‍યેય સાથે છેલ્‍લા ૧૮ વર્ષથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોની સેવામાં કાર્યરત શ્રી ગિરિરાજ હોસ્‍પિટલ પોતાની સ્‍થાપનાના ૧૮ વર્ષ પૂર્ણ કરી ૧૯ાં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. શ્રી ગિરિરાજ હોસ્‍પિટલ દ્વારા ‘‘૧૮ વર્ષની વિશ્વાસની ઉજવણી - તમારા સ્‍વાસ્‍થ્‍યની કાળજી સાથે'' વિશેષ આરોગ્‍ય અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ અભિયાન અંતર્ગત ૭ સપ્‍ટેમ્‍બરથી ૩૦ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬ સુધી ઓપીડી કન્‍સલ્‍ટેશન પર ૧૮% ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવશે.

સાથે જ ઓપીડી કન્‍સલ્‍ટેશન માટે આવતા દર્દીઓને અથવા તેમના પરિવારજનના સ્‍વાસ્‍થ્‍ય માટે માત્ર રૂ.૧૮૦માં હેલ્‍થ ચેક-અપ કરાવી શકાય તે માટે હેલ્‍થ ચેક-અપ કૂપન આપવામાં આવશે. આ હેલ્‍થ ચેક-અપમાં લોહીની તપાસ (સીબીસી), બ્‍લડસુગર (આરબીએસ), લીવરની તપાસ (ેએસજીપીટી), કિડનીની તપાસ (S. Creatinine), કોલેસ્‍ટ્રોલની તપાસ, હૃદયની તપાસ (ઈસીજી), બોડી એનાલાઇઝર તથા ડાયટિશિયન દ્વારા માર્ગદર્શન જેવી મહત્‍વપૂર્ણ તપાસ અને સેવાઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

આ પહેલનો મુખ્‍ય ઉદ્દેશ સમયસર આરોગ્‍ય તપાસ, વહેલું નિદાન અને આરોગ્‍ય પ્રત્‍યે જાગૃતિને પ્રોત્‍સાહન આપવાનો છે, જેથી વધુમાં વધુ પરિવારો નિયમિત આરોગ્‍ય તપાસ તરફ પ્રેરાય તેમ યાદીમાં જણાવાયું છે.

૧૮મી વર્ષગાંઠના આ મહત્‍વપૂર્ણ અવસરેશ્રી ગિરિરાજ હોસ્‍પિટલ પોતાની સેવાયાત્રામાં વધુ એક મહત્‍વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. ટૂંક સમયમાં ભરૂચ ખાતે શ્રી ગિરિરાજ હોસ્‍પિટલના નવા યુનિટની આરોગ્‍યસેવાઓ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

નવા યુનિટમાં પણ ગુણવત્તાસભર સારવાર આધુનિક સુવિધાઓ અને દર્દીકેન્‍દ્રિત અભિગમ હોસ્‍પિટલની સેવાઓના કેન્‍દ્રમાં રહેશે.

૧૮ વર્ષની આ સફરમાં મળેલા વિશ્વાસને પોતાની સૌથી મોટી મૂડી માનીને શ્રી ગિરિરાજ હોસ્‍પિટલ આગામી વર્ષોમાં પણ આધુનિક ટેક્રોલોજી, સુપર સ્‍પેશિયાલિટી સારવાર, ગુણવત્તા, દર્દી સુરક્ષા અને માનવીય સંવેદના સાથે આરોગ્‍યસેવાના ક્ષેત્રે આગળ વધવા પ્રતિબદ્ધ હોવાનું યાદીમાં જણાવાયું છે.

શ્રી ગિરિરાજ હોસ્‍પિટલ, રાજકોટ

એપોઇન્‍ટમેન્‍ટઃ ૦૨૮૧-૭૧૫૧૨૦૦ / ૭૬૦૦૦ ૭૫૬૭૫

ઇમરજન્‍સી હેલ્‍પલાઇનઃ ૯૯૦૯૯ ૭૧૧૩૦.

(2:15 PM IST)