તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
૩૨૦થી વધુ હોસ્ટેલમાં અંતે હવે સીસીટીવી કેમેરા લગાવાશે
ધો.૬થી ૧૨ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટેની : પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ૮ મહિના પહેલાં કરાયેલી દરખાસ્તને મંજૂર રાખી ૩૧.૫૦ કરોડ ફાળવ્યાં

અમદાવાદ,તા.૧૪: ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં આવેલી સમગ્ર શિક્ષા હેઠળની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં અંતે સીસીટીવી કેમેરા લગાવવા માટે સરકારે મંજૂરી આપતો ઠરાવ કર્યો છે.જે મુજબ હવે રાજ્યની ધો.૬થી૧૨ના વિદ્યાર્થીઓ માટેની ૩૨૦થી વધુ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલોમાં ૩૧.૫૦ કરોડના ખર્ચે સીસીટીવ્યુ કેમેરા લગાવાશે.આ હોસ્ટેલોમાં સૌથી વધુ ૨૬૦થી વધારે ગર્લ્સ હોસ્ટેલ છે.
ગુજરાતમાં સમગ્ર શિક્ષા હેઠળ સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી વિવિધ જિલ્લાઓમાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો સહિતની જે સ્કૂલો સંલગ્ન હોસ્ટેલો ચાલે છે તે હોસ્ટેલોમાં સીસીટીવી કેમેરા ન હતા.જેથી સરકારે ગત નવેમ્બરની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરની દરખાસ્તને ધ્યાને લઈને આ વર્ષના બજેટમાં નવી બાબત તરીકે તમામ હોસ્ટેલોમાં સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવાની જોગવાઈ કરી હતી. આ જોગવાઈ બાદ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અંતે આ માટેનો ઠરાવ કરી દેવાયો છે. જે મુજબ, હવે રાજ્યની આવી તમામ ૩૨૦થી વધુ હોસ્ટેલોમાં સીસીટીવી કેમેરા લગાવવામા આવશે.આ હોસ્ટેલોમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની નવી સહિતની ૨૬૫ હોસ્ટેલો છે.આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં નવી મંજૂર થયેલી ૧૩ પીએમ જનમન હોસ્ટેલો છે અને આ ઉપરાંત શિક્ષણ વિભાગ હેઠળ બે વર્ષમાં નવી મંજૂર થયેલી નવી યોજના અંતર્ગતની ટ્રાયબલ વિસ્તારની ડીએ-જેજીયુએ હોસ્ટેલો છે.કુલ મળીને ૩૨૦થી વધુ હોસ્ટેલો છે.જેમાં સીસીટીવી કેમેરા લાગશે.
દરેક હોસ્ટેલ દીઠ જરૂરીયાત મુજબ, ૧૦થી૧૫ કેમેરા લગાવાશે. સરકારે આ માટે સંબંધિત જિલ્લા પ્રોજેક્ટ કચેરોઈને આ તમામ ગર્લ્સ હોસ્ટેલો તથા બોયઝ હોસ્ટિલ બિલ્ડીંગોની ઓળખ કરીને સીસીટીવી લગાવવાનો આદેશ કર્યો છે.સીસીટીવીમાં મિનિમમ ૩૦ દિવસ સુધીનો ડેટા રહે તેવી ક્ષમતા રાખવાની રહેશે.હોસ્ટેલોમાં સીસીટીવી કેમેરા માટે ૩૧.૫૮ કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ મંજૂર કરવામા આવી છે.સરકારે ઠરાવમાં એવી પણ શરત મુકી છે કે જો સતત બે વર્ષ સુધી ખર્ચ ન થાય તો આ વહિવટી મંજૂરી આપોઆપ રદ ગણાશે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
