તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
સાવધાન : નવા TV પર લાગેલું પ્લાસ્ટિક સેફ્ટી માટે રાખી હજુય દીધું છે? આ આદત TV ઝડપથી ખરાબ કરી શકે !
TV જ્યારે ચાલુ હોય છે ત્યારે તે ગરમ થાય છે. આ ગરમી બહાર નીકળે તે માટે TVમાં ખાસ વેન્ટ્સ આપવામાં આવ્યા હોય છે

અમદાવાદ :ઘરમાં નવું TV આવે એટલે ખુશી તો ડબલ થઈ જાય… પણ શું તમે પણ ઘણા લોકો જેવી એક મોટી ભૂલ કરી રહ્યા છો? નવા TV પર લાગેલું પ્લાસ્ટિક સેફ્ટી માટે રાખી દીધું છે? તો આ આદત તમારું TV ઝડપથી ખરાબ કરી શકે છે!
ઘણા લોકો વિચારે છે કે પ્લાસ્ટીક રાખવાથી સ્ક્રીન સેફ રહેશે… પરંતુ હકીકતમાં થાય છે એનું ઉલટો. TV જ્યારે ચાલુ હોય છે ત્યારે તે ગરમ થાય છે. આ ગરમી બહાર નીકળે તે માટે TVમાં ખાસ વેન્ટ્સ (હવા નીકળવાના રસ્તા) આપવામાં આવ્યા હોય છે. પણ જો પ્લાસ્ટીક નહીં ઉતારો તો આ વેન્ટ્સ બ્લોક થઈ જાય છે… અને અંદર હીટ જમા થવા લાગે છે.
આ ઓવરહીટિંગથી TVના અંદરના નાજુક પાર્ટ્સ જેમ કે મધરબોર્ડ અને IC ખરાબ થઈ શકે છે… અને ક્યારેક તો સ્ક્રીન પણ ફૂંકાઈ જાય છે! એટલે જ મોટી બ્રાન્ડ્સ પણ હંમેશા સલાહ આપે છે કે TV ચાલુ કરતાં પહેલા પ્લાસ્ટીક દૂર કરો.
આટલું જ નહીં… લાંબા સમય સુધી પ્લાસ્ટીક રાખવાથી સ્ક્રીન પર ગુંદરના ડાઘ પણ પડી શકે છે. પછી જ્યારે તમે એને ઉતારવાનો પ્રયત્ન કરો ત્યારે સ્ક્રેચ પડી જાય અથવા સ્ક્રીનની પ્રોટેક્શન કોટિંગ ખરાબ થઈ શકે છે. તમારો viewing experience પણ ખરાબ થાય છે. પ્લાસ્ટીક હોવાને કારણે સ્ક્રીન વધુ ગ્લૉસી લાગે છે… અને આસપાસ લાઈટ હોય તો રિફ્લેક્શન તમને પરેશાન કરે છે.
જો તમારું TV રિમોટ IR બ્લાસ્ટર અથવા auto brightness sensor સાથે આવે છે, તો પ્લાસ્ટીક હોવાને કારણે એ સેન્સર્સ પણ યોગ્ય રીતે કામ નહીં કરે. એટલે ક્યારેક રિમોટ પણ સાચી રીતે રિસ્પોન્સ નહીં આપે.
નવું TV બોક્સમાંથી બહાર કાઢતા જ સૌથી પહેલા પ્રોટેક્ટિવ ફિલ્મ દૂર કરો. આ નાની સાવચેતી તમારા TVની લાઈફ લાંબી રાખશે અને તમને પરફેક્ટ પિક્ચર ક્વોલિટી પણ મળશે.
યાદ રાખો… પ્લાસ્ટીક રાખવાથી સુરક્ષા નથી વધતી… નુકસાન જ વધે છે!
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
