તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
સાવધાન :અમદાવાદના કાલુપૂર રેલવે સ્ટેશને મુસાફરને રોક઼ડાની સામે ઓનલાઇન ટ્રાન્સફરના બહાને છેતરપિંડી
2 લાખ રોકડા રુપિયા સામે 77 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરતાં ફસાયો: 2 લાખની રોકડમાંથી નોટોનું બંડલ નકલી : દિલ્લીનાં તનવીર અંસારી અને સંજય શર્માની ધરપકડ

અમદાવાદના કાલુપૂર રેલવે સ્ટેશને મુસાફરને રોક઼ડાની સામે ઓનલાઇન ટ્રાન્સફરના બહાને છેતરપિંડી આચરવામાં આવી છે . કાલુપુર રેલવે સ્ટેશન બહાર ફરિયાદી સાથે 2 લાખની છેતરપિંડી કરાઈ છે. 2 લાખ રોકડા રુપિયા સામે 77 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરતાં ફરિયાદી ફસાયો હતો, 2 લાખની રોકડમાંથી નોટોનું બંડલ નકલી હોવાનું બાદમાં ધ્યાને આવ્યુ હતું . 2 લાખ સામે નજીવી રકમ આપવાની લાલચમાં ફરિયાદી ફસાયો હતો નોટોનાં બંડલમાં પહેલી અને છેલ્લી નોટ જ અસલી બાકી કોરાં કાગળ હતા.
કાલુપુર પોલીસે દિલ્લીનાં તનવીર અંસારી અને સંજય શર્માની ધરપકડ કરી છે આરોપીઓએ ફરિયાદી પાસેથી મોબાઇલ અને સોનાની ચેઇનની પણ કરી ચોરી ગયા હતા પોલીસે આરોપીઓ પાસેથી રોકડ, 2 ફોન સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો દિલ્લીનાં રહેવાસી બંને આરોપીઓ ગેમિંગનાં શોખીન હોવાથી ઠગાઇ કરતા હતા અલગ-અલગ રાજ્યોમાં ટ્રેન મારફતે જતાં લોકોને શિકાર બનાવતાં હતાં
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
