<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

ગાંધીનગરના પાલજમાં 13 મા માળેથી નીચે પટકાવાને કારણે પરિણીતાના મોત મામલે નવો વળાંક : જમાઈ વિરુદ્ધ ફરિયાદ

મૃતકના પિતાએ જમાઈ રવિ દેસાઈ વિરુદ્ધ દીકરીને શારીરિક તથા માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબૂર કર્યાના ગંભીર આક્ષેપો સાથે ચિલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

 ગાંધીનગરના પાલજ ગામમાં આવેલી એક નિર્માણાધીન ફ્લેટની સ્કીમમાં 13 મા માળેથી નીચે પટકાવાને કારણે 29 વર્ષીય પરિણીત યુવતીના રહસ્યમય મોતની ઘટનામાં અઠવાડિયા બાદ એક નવો વળાંક આવ્યો છે. શરૂઆતમાં આ મામલો માત્ર અકસ્માત હોવાનું મનાઈ રહ્યો હતો અને પતિએ ફોન પર વાત કરતા ધ્યાન ન રહેવાથી પત્ની નીચે પડી ગયાનું જણાવ્યું હતું, પરંતુ મૃતકના પિતાએ પોતાના જમાઈ રવિ દેસાઈ વિરુદ્ધ દીકરીને શારીરિક તથા માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબૂર કર્યાના ગંભીર આક્ષેપો સાથે ચિલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના પગલે હવે આ ઘટના અકસ્માત છે કે પૂર્વઆયોજિત કાવતરું તે દિશામાં પોલીસે ફોરેન્સિક અને અન્ય પુરાવાઓના આધારે સઘન તપાસ હાથ ધરી છે.

(1:36 PM IST)