તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
મધ્ય પ્રદેશના કરિયર કોચને અમદાવાદ પોલીસનો કડવો અનુભવ
ગુનેગાર જેવું વર્તન કરી લાંચ માગ્યાનો આરોપઃ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસ વિભાગ હરકતમાં આવ્યો

અમદાવાદ તા.૧૭: સ્માર્ટ સિટી અમદાવાદમાં સુરક્ષાના દાવા વચ્ચે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મધ્ય પ્રદેશના એક પ્રતિષ્ઠિત કરિયર કોચ પંકજાસિહ પરિહારને અમદાવાદ પોલીસનો અત્યંત કડવો અનુભવ થયો છે. તેમણે પોલીસ પર ગુનેગાર જેવું વર્તન કરી ચા-પાણી (લાંચ) માંગ્યાનો સનસનાટીભરો આક્ષેપ કર્યો છે. આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસ વિભાગ હરકતમાં આવ્યો છે.
મધ્ય પ્રદેશથી અમદાવાદ કામ અર્થે આવેલા પંકજાસિહ પરિહાર પોતાની ઓફિસનું કામ પતાવીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ઘ્વ્પ્ નજીક એક્સપ્રેસ વે પર પોલીસ ચેકપોઇન્ટ પાસે તેમને રોકવામાં આવ્યા હતા. પંકજાસિહના જણાવ્યા અનુસાર પોલીસે તેમનો મોબાઈલ ફોન બળજબરીથી લઈ લીધો હતો. પરવાનગી વગર ફોનની ગેલેરી અને પર્સનલ મેસેજ તપાસવામાં આવ્યા હતા. પોલીસે તેમને લગભગ ૫૦થી ૬૦ મિનિટ સુધી રસ્તા પર ઉભા રાખી માનસિક રીતે હેરાન કર્યા હતા.
પંકજસિંહે આરોપ લગાવ્યો છે કે, પોલીસે તેમના સાથીદારની ડાયરી તપાસી હતી અને કોઈ પણ પુરાવા વગર તેમના પર કબૂતરબાજી (માનવ તસ્કરી) કરતા હોવાનો ગંભીર આરોપ લગાવી દીધો હતો. આટલું જ નહીં, મામલો પતાવવા માટે પોલીસ કર્મચારીઓએ ચા-પાણીના બહાને લાંચની માંગણી કરી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.
આ ઘટનાની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચી હતી. અમદાવાદ પોલીસની છબીને નુકસાન પહોંચાડતી આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ સાયબર ક્રાઈમના DCP ને સોંપવામાં આવી છે. તપાસ બાદ દોષિત પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી થવાની શક્યતા છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
