તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 13th June 2026
અમદાવાદ-ઇન્દોર હાઈવે પર ધડેલા નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: ટ્રાફિક જામની સ્થિતિ
કારમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થતાં મોટી જાનહાનિ ટળી: સામાન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે પર આવેલા ધડેલા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. રાહતની વાત એ છે કે, કારમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થતાં મોટી જાનહાનિ ટળી છે, જ્યારે સામાન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં જ લીમખેડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હાઈવે પરથી વાહનો હટાવી ટ્રાફિક હળવો કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
