તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
સુરતના રાંદેર વિસ્તારમાં ઝઘડિયા ચોકડી પાસે વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં કાર ખાબકી
સર્કલ પર વળાંક લેતી વખતે પાણી ભરાયેલા ખાડાનો અંદાજ ન આવતા કારચાલકે કાબૂ ગુમાવ્યો

સુરત: સુરત જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો આજે સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી દરમિયાન સુરતના રાંદેર વિસ્તારમાં ઝઘડિયા ચોકડી પાસે વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં એક કાર ખાબકી જવાની ઘટના બની છે. સર્કલ પર વળાંક લેતી વખતે પાણી ભરાયેલા ખાડાનો અંદાજ ન આવતા કારચાલકે કાબૂ ગુમાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલાં પાલિકાએ અહીં ખોદકામ કર્યું હતું, પરંતુ સમયસર કામગીરી પૂર્ણ ન થતાં વરસાદ પડતાં લોકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
