<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

સાપુતારાના પ્રવાસન સ્થળ 'ટેબલ પોઇન્ટ' ના ઘાટ પર કાર રિવર્સ આવીને પલ્ટી મારી ગઈ: બાળકો સહીત 7 લોકોને ઇજા

ઘાટ ચઢતી વખતે અચાનક કાર ચઢી શકી નહોતી અને રિવર્સ આવવા લાગી:કારમાં સવાર સુરતના બે નિર્દોષ બાળકો સહિત કુલ 7 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા

અમદાવાદ : રાજ્યના હિલ સ્ટેશન સાપુતારાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ 'ટેબલ પોઇન્ટ' ના ખતરનાક ઘાટ પર એક કાર ચઢાણ ન ચઢી શકવાના કારણે રિવર્સ આવીને પલ્ટી મારી ગઈ હતી. આ કારમાં સવાર સુરતના બે નિર્દોષ બાળકો સહિત કુલ 7 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા છે, જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે અને તમામનો આબાદ બચાવ થયો છે.

મળતી માહિતી મુજબ, વીકેન્ડની મજા માણવા માટે સુરતથી પ્રવાસીઓનો એક પરિવાર કાર લઈને સાપુતારા આવ્યો હતો. આ પ્રવાસીઓ જ્યારે સાપુતારાના જાણીતા જોવાલાયક સ્થળ ટેબલ પોઇન્ટ તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ટેબલ પોઇન્ટ તરફ જતો રસ્તો અત્યંત સીધો અને આકરા ચઢાણવાળો ઘાટ ધરાવે છે. આ ઘાટ ચઢતી વખતે અચાનક કાર ચઢી શકી નહોતી અને પાછળની તરફ એટલે કે રિવર્સ આવવા લાગી હતી.

 

ઘાટ પર કાર અચાનક રિવર્સ આવવાને કારણે ચાલક ગભરાઈ ગયો હતો અને તેણે કાર પરથી પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. બેકાબૂ બનેલી કાર પળવારમાં જ રસ્તા પર પલ્ટી મારી ગઈ હતી. કાર પલ્ટી મારતા જ ચીસાચીસ મચી ગઈ હતી અને આસપાસના સ્થાનિક લોકો તેમજ અન્ય પ્રવાસીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

(2:05 PM IST)