<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

રાજપીપળા પાસેની વિરપોર ચોકડી પાસે અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ, બે વ્યક્તિઓને ઇજા

કાર વિચિત્ર રીતે ટ્રક વચ્ચે ઘૂસી ગઈ, ત્યાં એકઠા થયેલા લોકટોળા પણ આ વિચિત્ર અકસ્માતને સમજી ના શક્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા પાસે આવેલ વિરપોર ગામની ચોકડી પાસે એક ફોર વ્હીલ ગાડી બ્લોક ભરીને જતી ટ્રક ની વચ્ચે ઘૂસી જતા ફોર વ્હીલના ચાલકનો આબાદ બચાવ થયો હતો જેમાં ફોર વ્હીલ ચાલકને ઈજાઓ થઈ હતી, ત્યારબાદ 112 ની ટીમે પેટ્રોલિયમ દરમિયાન રોડ એકસીડન્ટ અકસ્માત થયો હોવાનું જોયુ જેમાં એક મોટું ટ્રેલર અને ફોરવીલ અલ્ટો ગાડીનો અકસ્માત થતા અકસ્માતમાં અલ્ટો ગાડી માં.બેઠેલા ચાલક ધવલભાઈ રશ્મિકાંતભાઈ દલાલ અને ભાવિભાઈ સોમાભાઇ વસાવા મળી કુલ બે વ્યક્તિઓને નાની મોટી ઇજા પહોંચી છે, ત્યારે 112 ની ટીમ આ લોકોને મદદરૂપ બની હતી. 108 એમ્બ્યુલન્સ માં ઇજાગ્રસ્તો ને સારવાર માટે લઈ જવાયા હતા.
112 ટીમના પાયલોટ રાકેશ ખુશાલભાઈ બારીયા તથા આમલેથા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ બક્કલ નંબર 609 આમ 112 ના આ બંને વ્યક્તિઓ પાયલોટ અને હેડ કોન્સ્ટેબલ અકસ્માત સમયે આ લોકોને મદદરૂપ થયા હતા.

(10:05 PM IST)