તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
મતદાનના દિવસે ૪૨ ડિગ્રીની આગાહી ઉમેદવારોને અત્યારથી પસીનો છૂટયો
વેકેશન હોઈ મતદારો ફરવા જશે અને લગ્નસરાની સિઝન પણ છે ત્યારે ગરમીએ ઉમેદવારોની ચિંતા વધારી : ઓછું મતદાન થાય તો સીધો જ ફાયદો કોંગ્રેસને થવાનું રાજકીય પંડીતોનું ગણિત

વડોદરા,તા.૨૩: આગામી તા.ર૮ એપ્રિલે વડોદરા મ્યુનિ. કોર્પોરેશન સહિત આખા રાજ્યમાં મહાનગર પાલિકાઓ, નગર પાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યારે તે દિવસે વડોદરામાં ૪૨ ડિગ્રી ગરમી રહેવાની હવામાન ખાતાની આગાહી આવતા જ ઉમેદવારોને અત્યારથી જ પસીનો છૂટવા લાગ્યો છે.
ઉલ્લેખનીય છે કે, તા.૨૯મી એપ્રિલે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની પણ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. એવામાં ભાજપે જે રીતે સંપૂર્ણ નહી પરંતુ મહદઅંશે નો રીપીટ થીયરી અપનાવેલી છે, જેમાં નવા ચહેરાઓ આગળના કોર્પોરેટરોએ નાહી કરેલા કામોને લઈને પ્રજાના રોષનો ભોગ બની રહ્યાં છે. રોજ નવા નવા વિસ્તારોમાં ભાજપ સામે વિરોધ અને વિવાદ અસારી આવતા જ જાય છે. એવામાં મોજ કરો કરવા માટે ભાજપ કામે લાગેલી છે, તેમ છતાં ૨૬ એપ્રિલની તારીખ ભાજપ માટે ચિતાનુ ધર બનેલી છે.
આમ તો, છેલ્લા ૩૦ વર્ષથી સત્તા પર સહેવી ભાજપ માટે ચૂંટણી જીતવી કાંઈ મુશ્કેલ નથી, પરંતુ આ સમય શાળાઓમાં વેકેશનનો છે, જેથી મતદારો બાળકોને લઈને ફરવા બહાર જતા રહેશે તે સ્વાભાવિક છે. એવામાં લગ્નસરાની સિઝન પણ છે. ત્યારે ૨૬મીએ સુર્યનારાયણનો તાપ કેવો રહેશે ? તેને લઈને ભાજપ છેલ્લા ઘણા સમયથી અંદરથી ચિતિત છે.
એવામાં હવામાન વિભાગે કરેલી આગાહી ભાજપને અત્યારથી જ પસીનો છોડાવી રહી છે. કારણ કે, છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીથી નીચે છે. એ પછી આજે ૩૯.૨ ડિગ્રી રહ્યા બાદ હવે આવતીકાલ તા.૨૨મીથી ગરમી ૪૨ ડિગ્રી થવાની છે. તેવી હવામાન વિભાગની આગાહી છે. તા.૨૨ જ નહીં પરંતુ તા.૨૩મીએ પણ ૪૨ ડિગ્રી ગરમી વરસશે. જયારે તા. ૨૪ અને તા.૨૫મીએ તો ૪૩ ડિગ્રી ગરમી પડશે તેવી આગાહી કરી છે. જોકે, તા.૨૮ અને તા.૨૭મીએ એક ડિગ્રીનો ઘટાડો થશે. તેમ છતાં ગરમીનો પારો ૪૨ ડિગ્રી રહેશે. તેવી
આગાહી છે, જે ભાજપ માટે ચિંતાનુ કારણ બની છે. જો ઓછુ મતદાન થાય તો તેનો સીધો ફાયદો કોંગ્રેસને થાય તેવુ ભાજપના રાજકીય પંડીતોનુ કહેવુ છે. જેથી ભાજપને આ ૪૨ ડિગ્રીની આગાહી અત્યારથી જ દઝાડી રહી છે
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
