તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
ખંભાતમાં ગવારા ટાવર પાસે પાલિકાની દબાણ હટાવો ઝુંબેશ: વેપારીઓ અને ટીમ વચ્ચે ઝપાઝપી થતા તણાવ
ખંભાતમાં ગવારા ટાવરથી તીન બત્તી રોડ પર નગરપાલિકા દ્વારા દબાણ હટાવાયા:દબાણકારો અને ટીમ વચ્ચે ઝપાઝપી થતા તણાવ

આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને જાહેર માર્ગો ખુલ્લા કરવા માટે નગરપાલિકા દ્વારા આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખંભાતના મુખ્ય એવા ગવારા ટાવર અને તીન બત્તી વિસ્તારમાં પાલિકાની ટીમે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા ભારે હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન દબાણકારો અને પાલિકાની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા.
ખંભાત નગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ગવારા ટાવરથી તીન બત્તી રોડ પર પહોંચી હતી. અહીં ફૂટપાથ અને જાહેર રોડ પર દબાણ કરીને ઉભા રહેતા લારી-પાથરણાવાળાઓ તેમજ દુકાનની બહાર માલ સામાન રાખતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. નગરપાલિકાએ રસ્તામાં અવરોધરૂપ તમામ કાચા-પાકા દબાણો દૂર કરવાનું શરૂ કર્યું હતું.
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન તીન બત્તી પાસે સ્થિતિ વણસી હતી. સ્થાનિક દબાણકારો અને વેપારીઓએ પાલિકાની કામગીરીનો વિરોધ કર્યો હતો. જોતજોતામાં મામલો ગરમાયો હતો અને દબાણકારોએ પાલિકાના કર્મચારીઓ સાથે હાથચાલાકી અને ઝપાઝપી કરી હતી. જેને પગલે થોડીવાર માટે વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી.
ખંભાત નગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, શહેરના મુખ્ય માર્ગો પર ફૂટપાથ પરના દબાણોને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી, જેના નિરાકરણ માટે આ કાર્યવાહી જરૂરી હતી. વિરોધ છતાં પાલિકાએ મક્કમ રહીને દબાણો દૂર કર્યા હતા.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
