<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

મહેસાણાના કડીના જેસંગપુરા ગામમાં કેબલ ચોરી:ટ્યુબવેલની ઓરડીનું તાળું તોડીને ઇલેક્ટ્રિક વાયર ચોરી કરી તસ્કરો ફરાર

તસ્કરોએ ઇલેક્ટ્રિક પેનલ બોર્ડને તોડી નાખવાના કારણે અંદાજે 30 હજાર રૂપિયાનું નુકસાન

મહેસાણાના કડી તાલુકાના જેસંગપુરા ગામમાં કેબલ ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ ટ્યુબવેલની ઓરડીનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી અંદાજે 18 હજાર 200 રૂપિયાની કિંમતના ઇલેક્ટ્રિક વાયર ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત તસ્કરોએ ઇલેક્ટ્રિક પેનલ બોર્ડને પણ નુકસાન પહોંચાડ્યું હતું. પેનલ બોર્ડ તોડી નાખવાના કારણે અંદાજે 30 હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ચોરીની ઘટના અંગે જાણ થતાં પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા અને ચોરીનો મુદ્દામાલ કબજે કરવા તપાસ શરૂ કરી છે.

(4:22 PM IST)