તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે ઇજાગ્રસ્ત યુવાનની મદદે :એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી મંત્રી ઘટનાસ્થળે હાજર રહ્યા
ગાંધીનગરના પુનિત વન નજીક અકસ્માત બાદ રસ્તા પરથી પસાર થઈ રહેલા કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે ઇજાગ્રસ્ત યુવાનને મદદ પહોંચાડવા માટે તેમણે સ્થળ પર રોકાઈ 108 સેવાને જાણ કરી

ગાંધીનગરના પુનિત વન નજીક અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા એક યુવાનને કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે તાત્કાલિક મદદ પહોંચાડી હતી. મળતી માહિતી મુજબ, ઋષિકેશભાઈ પટેલ પોતાના નિવાસસ્થાને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તા પર અકસ્માતગ્રસ્ત યુવાનને જોયો હતો. ત્યારબાદ તેમણે પોતાનું વાહન રોકાવી પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.
પુનિત વન નજીક બનેલી આ ઘટનામાં એક યુવાન અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ યુવાનને સારવારની જરૂરિયાત હોવાનું જણાતા મંત્રીએ તાત્કાલિક મદદ માટે પ્રયાસ કર્યો હતો. તેમણે ઘટનાસ્થળેથી જ 108 ઇમરજન્સી સેવાને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી.
108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચે ત્યાં સુધી ઋષિકેશભાઈ પટેલ સ્થળ પર રોકાયા હતા. ઇજાગ્રસ્ત યુવાનને યોગ્ય સમયે તબીબી સારવાર મળી રહે તે માટે તેમણે એમ્બ્યુલન્સની રાહ જોઈ હતી. અકસ્માત બાદ તાત્કાલિક તબીબી મદદ મળે તે માટે કરવામાં આવેલી આ કામગીરીની ચર્ચા થઈ રહી છે.
108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ઇજાગ્રસ્ત યુવાનને જરૂરી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાનની હાલત અંગેની વધુ વિગતો હાલ ઉપલબ્ધ નથી.
અકસ્માની ઘટનામાં મંત્રીનું વાહન રોકાઈ જવું અને ઇજાગ્રસ્ત માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવી માનવતાના ઉદાહરણ તરીકે સામે આવ્યું છે. સામાન્ય રીતે માર્ગ અકસ્માતની સ્થિતિમાં તાત્કાલિક ઇમરજન્સી સેવા સુધી પહોંચાડવાની કામગીરી મહત્વપૂર્ણ બને છે. આ ઘટનામાં પણ 108 સેવા મારફતે ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
