તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાઈ કેબિનેટ બેઠક : અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી-ઘાસચારાની વ્યવસ્થા અને રાજ્યના આર્થિક વિકાસ અંગે લેવાયા મહત્ત્વના નિર્ણયો
વૈશ્વિક પડકારો વચ્ચે દેશનો જીડીપી ગ્રોથ ૭.૮ ટકા નોંધાયો : રમકડાં ક્ષેત્રે ગુજરાતે જીએસટી કલેક્શનમાં ૨૮ ટકાનો અને બંદરોના કાર્ગો હેન્ડલિંગમાં ૫૦ મિલિયન મેટ્રિક ટનનો અભૂતપૂર્વ ઉછાળો મેળવ્યો

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ નાયબ મુખ્યમંત્રી અને પ્રવક્તા મંત્રી હર્ષ ભાઈ સંઘવીએ પત્રકાર પરિષદને સંબોધિત કરતા કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો તથા રાજ્યની આર્થિક પ્રગતિ અંગેની વિગતો જાહેર કરી હતી.
ઓછા વરસાદવાળા જિલ્લાઓમાં તંત્ર સજ્જ: પ્રભારી મંત્રીઓને વિશેષ સૂચના
કેબિનેટ બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં આ વર્ષે પડેલા ઓછા વરસાદની સ્થિતિની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી. આ વિસ્તારોમાં ભવિષ્યમાં પીવાના પાણી કે ઘાસચારાની કોઈ અછત ન સર્જાય તે માટે સંબંધિત તમામ વિભાગોને કડક આદેશો આપવામાં આવ્યા છે. આ સાથે જ અછતગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિ પર સતત નજર રાખવા અને ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવા માટે જિલ્લાના પ્રભારી મંત્રીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.
દેશનો જીડીપી ગ્રોથ ૭.૮ ટકા અને ગુજરાતમાં જીએસટી સંગ્રહ ૨૮ ટકા વધ્યો:
નાયબ મુખ્યમંત્રી હર્ષ ભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે અનેક આર્થિક પડકારો હોવા છતાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૭.૮ ટકા નોંધાયો છે, જે દેશના મજબૂત અર્થતંત્રનું ઉદાહરણ છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ નાગરિકોના હિતમાં જીએસટી દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં ગુજરાતમાં જીએસટી સંગ્રહમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ગયા મહિને ગુજરાતનો જીએસટી ગ્રોથ ૨૦ ટકા હતો, જે ચાલુ મહિને વધીને ૨૮ ટકાના સ્તરે પહોંચી ગયો છે.
રાજ્યના બંદરો પર કાર્ગો હેન્ડલિંગમાં નવો કીર્તિમાન:
રાજ્યના બંદરોના કામકાજની સમીક્ષા કરતાં સામે આવ્યું છે કે ગુજરાતના માત્ર એક જ પોર્ટ દ્વારા ૫૦ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવાનો નવો કીર્તિમાન સ્થાપિત થયો છે, જે અગાઉની સરખામણીએ સવા ગણો વધારો દર્શાવે છે. બંદરો પર કાર્ગો હેન્ડલિંગના આ અભૂતપૂર્વ આંકડા સાબિત કરે છે કે ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં સતત વધારો થઈ રહ્યો છે અને રાજ્યમાંથી વિદેશમાં થતી નિકાસમાં પણ મોટો ઉછાળો આવ્યો છે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
