તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
આ માસના અંત સુધીમાં ટેકનોલોજીના મહતમ ઉપયોગ દ્વારા સંખ્યા બંધ પરિવારના આંસુ લૂછવામાં આવશેઃ અજય ચૌધરી
પરિવારથી વિખૂટા પડેલ બાળક અને સ્વજનનું પરિવાર સાથે મિલન કરાવવા માટેનું અભિયાન એટલે ઓપરેશન મુસ્કાન, મુખ્ય પોલીસ વડા ડો.કે.એલ.એન.રાવની દૂરંદેશીથી શેર થયેલ માનવીય અભિયાન અંગેની અકિલા સમક્ષ CID ક્રાઇમના એડિશનલ ડીજીપી લોકો જે જાણવા ઉત્સુક છે તે બાબતો વિસ્તૃત રીતે વર્ણવે છે આખા ગુજરાતના તમામ બનાવોમાં માનવીય તસ્કરી સહિત કોઈ એંગલ છોડવામાં નહિ આવે, દરેક શહેર જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટર લેવલના અધિકારીની વરણી કરી છે

રાજકોટ, તા.૧૧: રાજ્યના મુખ્ય પોલીસ વડા પદે રાજ્યના સિનિયર મોસ્ટ ips અધિકારી ડો.કે. એલ.એન.રાવ દ્વારા પોરબંદર થી દાહોદ એસપી, મહાનગરોમાં મહત્વના સ્થાન વિગેરે સ્થળે ફરજ બજાવવાના વિશેષ અને વિશાળ અનુભવ આધારે વિવિધ પ્રજાલક્ષી કામો અંતર્ગત છેલ્લા ૧૦ દિવસથી એક ખૂબ માનવીય અભિયાન શરૂ કર્યું છે. જે ચાલુ માસના અંત તક ચાલશે તેમ આ અભિયાનનું સુપરવિઝન સાંભળતા રાજ્ય CID ક્રાઇમના મહિલા સુરક્ષા વિભાગનો વિશેષ હવાલો સંભાળતા અધિક પોલીસ મહાનિર્દેશક અજય ચૌધરીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
૦૮/૦૪/૨૦૨૬ ની સ્થિતીએ રાજયો હુ ૨૯,૨૪૯ બાળકો/વ્યક્તિઓ ગુમ છે. જેમાં સુરત શહેર ૪૩૪૨, અમદાવાદ શહેર ૪૫૭૭, વડોદરા શહેર ૧૩૫૫ કેસનો સમાવેશ થાય છે. એપ્રિલ માસમાં ૨ કિશોર, ૩ કિશોરી, ૧૮સ્ત્રી, ૬ પુરુષ મળી કુલ ૩૫ નવા કેસ નોંધાયા છે.
૫ ફેઝની કામગીરીઃ (૧) ફેઝ-૧: વર્ષ ૨૦૦૮ થી તમામ ગુમ બાળકો/વ્યક્તિઓના રેકોર્ડની CCTNS પર એન્ટ્રી. (૨) ફેઝ-૨: મોબાઈલ CDR (Call Detail Records) તથા ટાવર લોકેશન મેળવી તપાસ Instagram, WhatsApp એડ કરવા. (૩) ફેઝ-૩: માનવ તસ્કરીની દૃષ્ટિએ તપાસ, AHTU ની મદદ. (૪) ફેઝ-૪: પોસ્ટમોર્ટમ રિપોર્ટ (PM) પરથી ડેટા મેળવી તપાસ. (૫) ફેઝ-૫: મીડિયા દ્વારા -ચાર, કામગીરીનું મોનિટરિંગ. ઇન્વેસ્ટિગેશન ચેકલિસ્ટઃ FIR નોંધાયા બાદ ૨૪ કલાકમાં CCTV, મોબાઈલ લોકેશન, બેંક ટ્રાન્ઝેક્શન, ATM CCTV ચેક કરવા. Digital & Forensic Checks માં IMEI, GPS ડેટા.
મુજબ આ મુજબ ગણી શકાય જેમાં સોશિયલ મીડિયા એકાઉન્ટનો સમાવેશ. POCSO Act તથા BNS ૧૩૭(૨)/૮૭ ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવી.
નોડલ અધિકારીઃ દરેક જિલ્લા/શહેરમાં PI ૨૪ કક્ષાના અધિકારીને નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરી, રોજની કામગીરીનો રિપોર્ટ ap-crime@gujarat. gov.in52 Excel ફાઈલમાં મોકલવાનો રહેશે.
સારઃ કોઈ બાળક કે સ્વજન પરિવારથી વિખૂટું પડે, ત્યારે તે પરિવાર પર જે આભ તૂટી પડે છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આવા પરિવારોના ચહેરા પર ફરી મુસ્કાન લાવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે આ રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેમ અધિક પોલીસ મહા નિર્દેશક અજય ચોધરી જણાવે છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
