તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Saturday, 25th July 2026
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટા ચૂંટણી :મંગળવારે મતદાન : રવિવાર સાંજથી પ્રચાર પડઘમ બંધ
જૂનાગઢ મનપાની એક, દેવગઢ બારીઆ અને વિસનગર પાલીકાની ૭ બેઠકો, આણંદ જિલ્લા પંચાયતની ૧ બેઠક તથા હળવદ, પોશીના, સતલાસણા, હારીજ, નેત્રંગ અને ફાગવેલ તાલુકા પંચાયતોની ૬ બેઠકો મળી ખાલી પડેલ કુલ-૧૫ બેઠકોની પેટા ચૂંટણી

ગાંધીનગર : રાજ્યની જુનાગઢ મહાનગરપાલિકાની ૧ બેઠક, દેવગઢ બારીઆ અને વિસનગર નગરપાલિકાઓની ૭ બેઠકો, આણંદ જિલ્લા પંચાયતની ૧ બેઠક તથા હળવદ, પોશીના, સતલાસણા, હારીજ, નેત્રંગ અને ફાગવેલ તાલુકા પંચાયતોની ૬ બેઠકો મળી પ્રસંગોપાત ખાલી પડેલ કુલ-૧૫ બેઠકોની પેટા ચૂંટણી તા. ૨૮-૦૭-૨૦૨૬ ના રોજ યોજવા અંગે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.૦૩-૦૭-૨૦૨૬ ના ચૂંટણી કાર્યક્રમથી જાહેરાત કરવામાં આવેલ છે. આ પેટા ચૂંટણીઓ મુક્ત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં યોજવા સારુ આદર્શ આચારસંહિતાના ભાગ રૂપે હરિફાઈમાં રહેલ પેટા ચૂંટણી હેઠળના વિસ્તારોમાં મતદાન પૂર્ણ થવાના ૪૮:૦૦ કલાક પહેલાં એટલે કે તા.૨૬-૦૭-૨૦૨૬, સમય : સાંજે ૬:૦૦ વાગ્યેથી તમામ માધ્યમોથી કરવાના ચૂંટણીના પ્રચાર અને પ્રસાર ઉપર પ્રતિબંધ અમલી બને છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
