<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

વડોદરાના ઐતિહાસિક જૂના બજારોમાં વેપાર ઠપ: પાર્કિંગની ભયાનક સમસ્યાથી ગ્રાહકોએ મોં ફેરવ્યું

વાહનો મૂકવાની જગ્યા ન મળતાં ગ્રાહકો માર્કેટ છોડી ભાગ્યા: વેપારીઓના છાતીના પાટિયા બેસી ગયા

વડોદરાઃ વડોદરા શહેરના હાર્દસમા ચાર દરવાજા અને જૂના બજારોમાં પાર્કિંગની વિકટ સમસ્યાએ હવે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ન્યાયમંદિર, એમ.જી. રોડ, મંગળબજાર અને રાવપુરા જેવા ધમધમતા વેપારી વિસ્તારોમાં પાર્કિંગની કોઈ યોગ્ય સુવિધા ન હોવાના કારણે ગ્રાહકો હવે આ જૂના બજારોમાં જવાનું મુનાસિબ નથી માની રહ્યા.

શહેરના જૂના વિસ્તારોમાં આવેલા બજારો એક સમયે ખરીદી માટે નાગરિકોની પહેલી પસંદ ગણાતા હતા. ચાર દરવાજા, માંડવી, મંગળબજાર, નવાબજાર અને આસપાસના વિસ્તારોમાં ખરીદી માટે લોકો દૂર દૂરથી આવતા હતા. જોકે, બદલાતા સમય સાથે આ બજારોમાં પાર્કિંગની સમસ્યા ગંભીર બનતી જઈ રહી છે. સાંકડા રસ્તા, દુકાનોની બહાર વાહનોનું પાર્કિંગ, લારી-ગલ્લા, પથારાનાં દબાણો અને વાહનોની વધતી સંખ્યાના કારણે બજારમાં પહોંચવું જ મુશ્કેલ બન્યું છે. ખરીદી કરવા આવતા ગ્રાહકોને વાહન ક્યાં મૂકવું તેની ચિંતા સતાવે છે. પરિણામે પાર્કિંગની માથાકૂટથી કંટાળેલા કેટલાક ગ્રાહકો આવવાનું ટાળતા હોવાની વેપારીઓની ફરિયાદ છે.

(5:02 PM IST)