તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
અમદાવાદમાં બસ સ્ટોપ હાઈટેક બન્યા :વાયરલેસ ચાર્જિંગની સુવિધા ,સીસીટીવી કેમેરા અને રીયલ-ટાઇમ બસ અપડેટ્સ
આગામી સમયમાં AMTS દ્વારા શહેરમાં કુલ 500થીવધુ સ્માર્ટ બસ શેલ્ટરની યોજના: મુસાફરોની સફરને વધુ સરળ અને સુવિધાજનક બનાવશે

અમદાવાદ શહેરના બસ સ્ટેન્ડ હવે હાઈટેક બની ગયા છે. આ પ્રકારના બસ સ્ટોપ પર મુસાફરો માટે સૌથી નવતર પ્રયોગ વાયરલેસ ચાર્જિંગ સુવિધાનો રખાયો છે. તૈયાર સ્ટેન્ડ પર ફોન મૂકતા જ વાયરલેસ ચાર્જિંગથી ફોન ચાર્જ થઈ જશે. શહેરના ડ્રાઈવ-ઈન રોડ, સિંધુભવન અને નિકોલ વિસ્તારમાં આ પ્રકારના અત્યાધુનિક ડિજિટલ AMTS બસ સ્ટેશન બનાવાયા છે જેમાં CCTV કેમેરા, બસ ટાઈમ ટેબલની વિશાળ સ્ક્રીન સાથે રિયલ-ટાઇમ બસ અપડેટ, આરામદાયક વેઇટિંગ એરિયાનો સમાવેશ થાયછે. આગામી સમયમાં AMTS દ્વારા શહેરમાં કુલ 500થીવધુ સ્માર્ટ બસ શેલ્ટરની યોજના પણ છે, જે મુસાફરોની સફરને વધુ સરળ અને સુવિધાજનક બનાવશે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
