<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

વડોદરાના માંજલપુર વિસ્તારમાં જીમ સંચાલક સહિત ત્રણ શખ્સો સામે દાદાગીરી અને ધમકી આપવાના આક્ષેપ :પોલીસ ફરિયાદ

જૂની અદાવતને લઈને આરોપીઓ હથિયારો સાથે મહિલાના ઘરે પહોંચ્યા અને તેના દિયર તથા પતિ ઘરે ન મળતા તેમને મારી નાખવાની ધમકી આપી

વડોદરાના માંજલપુર વિસ્તારમાં જીમ સંચાલક સહિત ત્રણ શખ્સો સામે દાદાગીરી અને ધમકી આપવાના આક્ષેપમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લોકેશ શર્મા સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ માંજલપુર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ, જૂની અદાવતને લઈને આરોપીઓ હથિયારો સાથે મહિલાના ઘરે પહોંચ્યા હતા અને તેના દિયર તથા પતિ ઘરે ન મળતા તેમને મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

(7:59 PM IST)