તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
અમદાવાદના સરખેજ ડ્રગ્સના આરોપીઓ સામે હવે બુલડોઝર કાર્યવાહી
સરખેજમાં કૈલાશ તળાવ પાસે ડ્રગ્સ કેસના આરોપી સુનિતા રાઠોડ અને તેના પતિ દીપક રાઠોડના મકાન પર ડિમોલેશનની કાર્યવાહી કરાઈ

અમદાવાદઃ ડ્રગ્સના આરોપીઓ સામે હવે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના સરખેજમાં કૈલાશ તળાવ પાસે ડ્રગ્સ કેસના આરોપી સુનિતા રાઠોડ અને તેના પતિ દીપક રાઠોડના મકાન પર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. તપાસમાં આરોપીઓ સરકારી જમીન પર ગેરકાયદે મકાન બનાવી રહેતા હોવાનું સામે આવ્યું છે. અગાઉ વર્ષ 2023-24માં AMC દ્વારા આ મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. જોકે, આરોપીઓએ ફરીથી ગેરકાયદે બાંધકામ કરી તેમાં ગાંજાનો વેપાર શરૂ કર્યો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે આજે અમદાવાદ પોલીસ અને AMC દ્વારા સંયુક્ત રીતે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
