તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Wednesday, 22nd April 2026
BSNL-MTNL પેન્શનર્સ એસોસિએશન ગુજરાત દ્વારા મોંઘવારી ભથ્થા માટે આંદોલનની ચીમકી
તા.૩૦ એપ્રિલ સુધી ઓર્ડર ન મળે તો રાજ્યભરમાં ધરણાં યોજાશે: CCA ઓફિસ ખાનપુર ખાતે આવેદનપત્ર અપાયું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૨ : ઓલ ઈન્ડિયા BSNL-DOT પેન્શનર્સ એસોસિએશન ગુજરાત સર્કલ બ્રાન્ચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૬થી ચૂકવવાનું થતું મોંઘવારી ભથ્થું IDA/DR તાત્કાલિક ચૂકવવાની માંગણી સાથે આંદોલનનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે. આ મામલે CCA ઓફિસ ખાનપુર અમદાવાદ ખાતે આવેદનપત્ર આપી ગુજરાતભરમાં અને ભારતભરમાં BSNLની ઓફિસ સામે દેખાવો અને સૂત્રોચ્ચારની ચેતવણી આપવામાં આવી છે.
કમિટી ઓફ BSNL-MTNL પેન્શનર્સ એસોસિએશન ગુજરાતના બેનર હેઠળ જણાવાયું છે કે ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝના તા.૨૪.૦૨.૨૦૨૬ના ઓર્ડર મુજબ તા.૦૧.૦૧.૨૦૨૬થી ચૂકવવાનું થતું મોંઘવારી ભથ્થું તાત્કાલિક ચૂકવવા અને પહેલાં જે રીતે દર ત્રણ માસે ઓર્ડર મુજબ ચૂકવવામાં આવતું તે રીતે સમયસર ચૂકવવાની માંગણી કરવામાં આવી છે.
આ માંગણી સાથે તા.૧૬.૦૪.૨૦૨૬ના રોજ ગુજરાતભરના જિલ્લા અને તાલુકા મથકોએ BSNLની ઓફિસ સામે પેન્શનર્સ દ્વારા દેખાવો અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના સર્કલ સેક્રેટરી અને સર્કલ પ્રેસિડેન્ટ સાથે રહી શ્રી અમિત અગ્રવાલ, સેક્રેટરી ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમને મોકલવા માટે જોઈન્ટ CCA ગુજરાતને આવેદનપત્ર આપવામાં આવેલ.
જો તા.૩૦.૦૪.૨૦૨૬ સુધીમાં ઓર્ડર ન મળે તો ગુજરાતભરમાં ધરણાં સફળ કરવા માટે કમિટીના આગેવાનો શ્રી એન.એમ.પટેલ, શ્રી એ.એન.પટેલ, શ્રી આર.આર.વર્મા, શ્રી એસ.આર.મિશ્રા, શ્રી ડી.ડી.મિસ્ત્રી, શ્રી આર.એમ.બેલાણી, શ્રી એ.એન.ભાવસાર, શ્રીમતી જે.બી.બ્રહ્મભટ્ટ, શ્રી બી.જી.પટેલ, શ્રી મનુભાઈ ચનિયારા વિગેરેએ ગુજરાતભરના BSNLના પેન્શનર્સને અપીલ કરી છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
