<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

કચ્છના સર ક્રીકમાંથી 4 પાકિસ્તાની માછીમારોને BSFએ ઝડપ્યા, કરચલા પકડવા આવ્યાનો દાવો

ભારતીય જળસીમામાં ઘૂસેલા ચારેય માછીમારો સિંધ પ્રાંતના ચચ જાન ખાન ગામના રહેવાસી, 1 ફાઇબર ફિશિંગ બોટ જપ્ત

કચ્છના સર ક્રીક વિસ્તારમાંથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોએ 4 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે. ખાસ બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ભારતીય જળસીમામાં ઘૂસેલી 1 ફાઇબર ફિશિંગ બોટ પણ જપ્ત કરવામાં આવી છે.

Gujarat News Today પર કચ્છ સહિત ગુજરાતના તાજા સમાચાર વાંચો.

ઝડપાયેલા માછીમારોની ઓળખ કાદિર થૈમોર, મુહમ્મદ મુસા, અઝગર થૈમોર અને એહસાન જાટ તરીકે થઈ છે. ચારેય પાકિસ્તાનના સિંધ પ્રાંતના ચચ જાન ખાન ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક પૂછપરછમાં માછીમારોએ કરચલા પકડવા માટે ભારતીય સીમામાં પ્રવેશ્યા હોવાનો દાવો કર્યો છે. જોકે, તેઓ માત્ર કરચલા પકડવાના હેતુથી આવ્યા હતા કે તેની પાછળ કોઈ અન્ય ઈરાદો હતો, તે દિશામાં સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે.

આગળની પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે ચારેય માછીમારોને સંબંધિત એજન્સીઓને સોંપવામાં આવ્યા છે. સર ક્રીક ભારત-પાકિસ્તાન સરહદે આવેલો સંવેદનશીલ વિસ્તાર છે, જ્યાં માછીમારોની ઘૂસણખોરીને ગંભીરતાથી લેવામાં આવે છે.

શહેરોના સમાચાર હેઠળ આ ઘટનાની સંપૂર્ણ વિગતો અહીં વાંચો.

વધુ સમાચાર માટે Dot Times ની મુલાકાત લો.

(7:37 PM IST)