તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે એક વૃદ્ધ મહિલાની લૂંટના ઈરાદે ક્રૂર હત્યા
અજાણ્યા લૂંટારુઓએ એકલતાનો લાભ લઈ ઝૂંપડામાં રહેતી મહિલાને નિશાન બનાવી નિર્દયી રીતે હત્યા કરી

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે એક વૃદ્ધ મહિલાની લૂંટના ઈરાદે હત્યા કરાયેલ હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા લૂંટારુઓએ એકલતાનો લાભ લઈ ઝૂંપડામાં રહેતી મહિલાને નિશાન બનાવી નિર્દયી રીતે હત્યા કરી હતી. માહિતી મુજબ લૂંટારુઓએ મહિલાના ચાંદીના કડા ચોરવા માટે અત્યંત ક્રૂરતા દાખવી, જેમાં મહિલાના બંને પગ કાપી નાખ્યા હોવાની વિગતો સામે આવી છે. ઘટના બાદ આરોપીઓ ચાંદીના કડા લઈને ફરાર થઈ ગયા હતા.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
