<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

સુરતમાં ચેઇન સ્નેચિંગ કરતાં સાળા બનેવીની જોડી ઝડપાઈ: મહિલાઓને ટાર્ગેટ બનાવી ચેઇન સ્નેચિંગ કરતાં :જિલ્લા LCBએ બન્નેને ઝડપી લીધા

કામરેજનાં નવાગામ નજીક દાદા ભગવાન મંદિર પાસેથી ધરપકડ: બનેવી અમન બકરી અક્રમ મુલતાની અને સાળા નયન ચંદ્રકાંત મૈસૂરિયા ઝડપાયા :સોનાની ચેન મોપેડ , મોબાઇલ ફોન સહિત 3.83 લાખનો મુદામાલ કબજે

સુરતમાં ચેઇન સ્નેચિંગ કરતાં સાળા બનેવીની જોડી ઝડપાઈ છે ,બંને મહિલાઓને ટાર્ગેટ બનાવી ચેઇન સ્નેચિંગ કરતાં હતા  સુરત જિલ્લા LCB એ બન્ને આરોપીઓને ઝડપી લીધા છે . કામરેજનાં નવાગામ નજીક દાદા ભગવાન મંદિર પાસેથી ધરપકડ કરાઈ છે  બનેવી અમન બકરી અક્રમ મુલતાની અને સાળા નયન ચંદ્રકાંત મૈસૂરિયા બન્ને ઓલપાડના સાયણ વિસ્તારના રહેવાસી છે બંને પાસેથી . બે સોનાની ચેઇન, મોપેડ, મોબાઇલ ફોન સહિત 3.83 લાખનો મુદામાલ કબજે લીધો હતો . બનેવી અમન બકરી વિરુદ્ધ અગાઉ પાંચ જેટલા ચોરીના ગુનાઓ નોંધાયા છે. કોસંબા અને પાલોદ વિસ્તારમાં થયેલ ચેન સ્નેચિંગની ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે . પોલીસે હાલ વધુ પૂછતાછ હાથ ધરી છે

(6:49 PM IST)