<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

અમદાવાદના વાડજમાં ભાઈએ જ ભાઈની કરી હત્‍યા

અમદાવાદ :..  શહેરના વાડજમાં ગાંધીનગર સોસાયટી નજીક ભીમસિંહની ચાલીમાં ગઈકાલ બપોરે ૨-૩૦થી ૩ વાગ્‍યા દરમિયાન હત્‍યા થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. નરેશભાઈ રતિભાઈ ચૌહાણ, ઘરના રૂમમાંથી લોહીલુહાણ હાલતમાં મળત મળી આવ્‍યા હતા. નોકરી પરથી ઘરે પરત ફરેલી બહેને મળતદેહ જોતા જ ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચે તે પહેલાં સગો ભાઈ રાજુ રતિભાઈ ચૌહાણ ફરાર થવાની કોશિષ કરતો હતો. વાડજ પોલીસે રાજુ રતિભાઈ ચૌહાણને રાઉન્‍ડઅપ કરી લીધો. ઘરકંકાસના કારણે હત્‍યા થઈ હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં આશંકા છે. 

(1:19 PM IST)