તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
બોરસદ ૫.૨૪, ધોળકા ૪.૦૨, કરજણ ૩.૮૨, ગોધરા ૩.૩૯, તારાપુર ૨.૯૧, ગણદેવી ૨.૮૦ અને નડિયાદ ૨.૭૨ ઇંચ
મેઘરાજાનું વનડે બેટિંગ : આજે સવારે ૬ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી મેઘરાજા વનડે બેટિંગ કરતા હોય તેમ જણાય છે.
આજે સવારે ૬ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને તાલુકા વાઈઝ જોઈએ તો આણંદ જિલ્લો : બોરસદમાં ૧૩૩ મીમી, તારાપુરમાં ૭૮ મીમી, આંકલાવમાં ૫૫ મીમી, પેટલાદમાં ૩૯ મીમી, સોજીત્રામાં ૨૭ મીમી, ઉમરેઠમાં ૧૭ મીમી અને આણંદમાં ૪ મીમી વરસાદ નોંધાયો છે.
અમદાવાદ જિલ્લો : ધોળકામાં ૧૦૨ મીમી, દસક્રોઈમાં ૫૫ મીમી, અમદાવાદ શહેરમાં ૫૦ મીમી, ધંધુકામાં ૪૩ મીમી, બાવળામાં ૪૧ મીમી, સાણંદમાં ૪૦ મીમી, ધોળેરામાં ૩૨ મીમી, વિરમગામમાં ૯ મીમી અને માંડલમાં ૬ મીમી વરસાદ નોંધાયો છે.
વડોદરા જિલ્લો : કરજણમાં ૯૭ મીમી, વડોદરામાં ૬૫ મીમી, પાદરામાં ૫૧ મીમી, સિનોરમાં ૨૮ મીમી, સાવલીમાં ૧૩ મીમી, દેસરમાં ૧૨ મીમી, ડભોઈમાં ૧૧ મીમી અને વાઘોડિયામાં ૬ મીમી વરસાદ નોંધાયો છે.
પંચમહાલ જિલ્લો : ગોધરામાં ૮૬ મીમી, હાલોલમાં ૫૧ મીમી, ઘોઘંબામાં ૨૨ મીમી, શહેરામાં ૨૧ મીમી, મોરવા હડફમાં ૨૧ મીમી, કાલોલમાં ૨૦ મીમી અને જાંબુઘોડામાં ૩ મીમી વરસાદ નોંધાયો છે.
નવસારી જિલ્લો : ગાંદેવીમાં ૭૪ મીમી, ખેરગામમાં ૨૧ મીમી, ચીખલીમાં ૧૮ મીમી, નવસારીમાં ૧૩ મીમી, જલાલપોરમાં ૮ મીમી અને વાંસદામાં ૧ મીમી વરસાદ નોંધાયો છે.
ખેડા જિલ્લો : નડિયાદમાં ૭૧ મીમી, માતરમાં ૬૯ મીમી, વસોમાં ૪૭ મીમી, મહુધામાં ૪૩ મીમી, ખેડામાં ૪૨ મીમી, ગળતેશ્વરમાં ૩૭ મીમી, કઠલાલમાં ૩૫ મીમી, મહેમદાબાદમાં ૨૮ મીમી, કપડવંજમાં ૨૪ મીમી, ફાગવેલમાં ૨૧ મીમી અને ઠાસરામાં ૨૩ મીમી વરસાદ નોંધાયો છે.
અરવલ્લી જિલ્લો : બાયડમાં ૬૭ મીમી, મેઘરજમાં ૬૭ મીમી, ધનસુરામાં ૫૫ મીમી, મોડાસામાં ૫૨ મીમી, ભિલોડામાં ૨૫ મીમી, સાઠંબામાં ૨૪ મીમી, શામળાજીમાં ૨૦ મીમી અને માલપુરમાં ૧૧ મીમી વરસાદ નોંધાયો છે.
ભરૂચ જિલ્લો : વાગરામાં ૬૧ મીમી, ભરૂચમાં ૫૦ મીમી, અંકલેશ્વરમાં ૩૦ મીમી, હાંસોટમાં ૨૦ મીમી, આમોદમાં ૧૪ મીમી, ઝઘડિયામાં ૧૧ મીમી, નેત્રંગમાં ૫ મીમી, જંબુસરમાં ૪ મીમી અને વાલિયામાં ૩ મીમી વરસાદ નોંધાયો છે.
સાબરકાંઠા જિલ્લો : હિંમતનગરમાં ૫૯ મીમી, ખેડબ્રહ્મામાં ૪૨ મીમી, પ્રાંતિજમાં ૩૭ મીમી, વડાલીમાં ૨૯ મીમી, ઈડરમાં ૨૬ મીમી, તલોદમાં ૨૪ મીમી, પોશીનામાં ૮ મીમી અને વિજયનગરમાં ૬ મીમી વરસાદ નોંધાયો છે.
જૂનાગઢ જિલ્લો : માળિયા હાટીનામાં ૫૯ મીમી, ભેસાણમાં ૫૦ મીમી, મેંદરડામાં ૨૭ મીમી, વિસાવદરમાં ૧૧ મીમી, જૂનાગઢ અને જૂનાગઢ શહેરમાં ૧૧-૧૧ મીમી, કેશોદમાં ૫ મીમી, માણાવદરમાં ૫ મીમી, માંગરોળમાં ૫ મીમી અને વંથલીમાં ૪ મીમી વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લો : રાજુલામાં ૪૫ મીમી, કુંકાવાવ-વડિયામાં ૧૮ મીમી, બગસરામાં ૧ મીમી અને જાફરાબાદમાં ૧ મીમી વરસાદ નોંધાયો છે.
મહેસાણા જિલ્લો : વિજાપુરમાં ૪૨ મીમી, સતલાસણામાં ૪ મીમી, કડીમાં ૩ મીમી, ખેરાલુમાં ૨ મીમી, બેચરાજીમાં ૨ મીમી, મહેસાણામાં ૨ મીમી અને વિસનગરમાં ૧ મીમી વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથ જિલ્લો : ઉનામાં ૩૯ મીમી, કોડીનારમાં ૨૪ મીમી, પાટણ-વેરાવળમાં ૧૮ મીમી, તાલાળામાં ૧૭ મીમી, ગીર ગઢડામાં ૧૨ મીમી અને સુત્રાપાડામાં ૬ મીમી વરસાદ નોંધાયો છે.
દાહોદ જિલ્લો : લીમખેડામાં ૩૭ મીમી, દેવગઢ બારિયામાં ૧૮ મીમી, સિંગવડમાં ૧૫ મીમી, સંજેલીમાં ૯ મીમી, દાહોદમાં ૬ મીમી, ઝાલોદમાં ૫ મીમી, ફતેપુરામાં ૨ મીમી, ધાનપુરમાં ૨ મીમી, સુખસરમાં ૨ મીમી અને ગોવિંદ ગુરુ લીમડીમાં ૧ મીમી વરસાદ નોંધાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લો : મુળીમાં ૩૩ મીમી, લખતરમાં ૩૦ મીમી, ધ્રાંગધ્રામાં ૨૫ મીમી, થાનગઢમાં ૨૦ મીમી, વઢવાણમાં ૧૭ મીમી, સાયલામાં ૧૫ મીમી, લીંબડીમાં ૧૩ મીમી, ચોટીલામાં ૧૧ મીમી, ચૂડામાં ૯ મીમી અને દસાડામાં ૮ મીમી વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લો : પારડીમાં ૩૧ મીમી, વલસાડમાં ૨૧ મીમી, નાનાપોંઢામાં ૧૮ મીમી, ધરમપુરમાં ૧૭ મીમી, વાપીમાં ૮ મીમી, કપરાડામાં ૫ મીમી અને ઉમરગામમાં ૩ મીમી વરસાદ નોંધાયો છે.
સુરત જિલ્લો : અંબિકામાં ૨૮ મીમી, મહુવામાં ૨૨ મીમી, ઓલપાડમાં ૧૬ મીમી, સુરત શહેરમાં ૧૫ મીમી, ચોરાસીમાં ૭ મીમી, ઉમરપાડામાં ૫ મીમી, પલસાણામાં ૫ મીમી, બારડોલીમાં ૪ મીમી, કામરેજમાં ૩ મીમી, માંડવીમાં ૧ મીમી અને અરેઠમાં ૧ મીમી વરસાદ નોંધાયો છે.
બોટાદ જિલ્લો : બરવાળામાં ૨૮ મીમી, બોટાદમાં ૧૦ મીમી, રાણપુરમાં ૬ મીમી અને ગઢડામાં ૪ મીમી વરસાદ નોંધાયો છે.
કચ્છ જિલ્લો : ભુજમાં ૨૬ મીમી, માંડવીમાં ૭ મીમી, ભચાઉમાં ૪ મીમી, ગાંધીધામમાં ૩ મીમી અને મુન્દ્રામાં ૨ મીમી વરસાદ નોંધાયો છે.
મહીસાગર જિલ્લો : કોઠંબામાં ૨૫ મીમી, બાલાસિનોરમાં ૨૦ મીમી, વિરપુરમાં ૧૮ મીમી, ખાનપુરમાં ૧૧ મીમી, લુણાવાડામાં ૧૧ મીમી, ગોધરમાં ૧૦ મીમી, સંતરામપુરમાં ૫ મીમી અને કડાણામાં ૪ મીમી વરસાદ નોંધાયો છે.
છોટાઉદેપુર જિલ્લા : બોડેલીમાં ૨૫ મીમી, સંખેડામાં ૧૪ મીમી, છોટાઉદેપુરમાં ૮ મીમી અને કડવાલમાં ૩ મીમી વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર જિલ્લા : દહેગામમાં ૨૪ મીમી, ગાંધીનગરમાં ૧૯ મીમી, માણસામાં ૧૫ મીમી અને કાલોલમાં ૫ મીમી વરસાદ નોંધાયો છે.
ભાવનગર જિલ્લો : તળાજામાં ૨૨ મીમી, વલ્લભીપુરમાં ૧૩ મીમી, મહુવામાં ૧૨ મીમી, જેસરમાં ૧૧ મીમી, ઉમરાળામાં ૪ મીમી, સિહોરમાં ૩ મીમી, પાલીતાણામાં ૨ મીમી અને ભાવનગરમાં ૧ મીમી વરસાદ નોંધાયો છે.
પાટણ જિલ્લો : ચાણસ્મામાં ૨૦ મીમી, શંખેશ્વરમાં ૧૪ મીમી, સિદ્ધપુરમાં ૧૦ મીમી, સામીમાં ૯ મીમી, સરસ્વતીમાં ૫ મીમી, હારીજમાં ૪ મીમી અને પાટણમાં ૨ મીમી વરસાદ નોંધાયો છે.
બનાસકાંઠા જિલ્લો : હડાદમાં ૨૦ મીમી, અમીરગઢમાં ૩ મીમી, દાંતા અને પાલનપુરમાં ૨-૨ મીમી તથા વડગામમાં ૧ મીમી વરસાદ નોંધાયો છે.
તાપી જિલ્લો : વાલોડમાં ૧૭ મીમી, વ્યારામાં ૧૨ મીમી, ડોલવણમાં ૧૨ મીમી, સોનગઢમાં ૨ મીમી અને ઉકાઈમાં ૧ મીમી વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લો : ધ્રોલમાં ૧૭ મીમી, જામનગરમાં ૫ મીમી, કાલાવડમાં ૩ મીમી અને જામજોધપુરમાં ૨ મીમી વરસાદ નોંધાયો છે.
મોરબી જિલ્લા : હળવદમાં ૧૫ મીમી, વાંકાનેરમાં ૮ મીમી, ટંકારામાં ૭ મીમી અને મોરબીમાં ૬ મીમી વરસાદ નોંધાયો છે.
નર્મદા જિલ્લો : તિલકવાડામાં ૮ મીમી, દેડિયાપાડામાં ૩ મીમી, ગરુડેશ્વરમાં ૩ મીમી અને નાંદોદમાં ૨ મીમી વરસાદ નોંધાયો છે.
રાજકોટ જિલ્લો : વિંછિયામાં ૬ મીમી, પડધરીમાં ૫ મીમી, ઉપલેટામાં ૪ મીમી, કોટડા સાંગાણીમાં ૪ મીમી, લોધિકામાં ૩ મીમી, જસદણમાં ૨ મીમી અને જેતપુરમાં ૧ મીમી વરસાદ નોંધાયો છે.
ડાંગ જિલ્લા : ડાંગ અને વઘઈ માં ૨-૨ મીમી વરસાદ નોંધાયો હોવાની માહિતી મળી રહી છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
