તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
આણંદના તારાપુરમાં ચૂંટણી ફરજ દરમિયાન બુથ કર્મચારીનું હાર્ટએટેકથી મોત, શોકનું મોજું ફરી વળ્યું
સાંસેજ ગામના બુથ નં. 1 પર ફરજ બજાવતા ગ્રામ પંચાયતના પટ્ટાવાળા અમિત સોલંકીને આવ્યો હાર્ટએટેક, સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા

આણંદ તા.૨૬ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 દરમિયાન આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી ફરજ પર રોકાયેલા એક બુથ કર્મચારીનું હાર્ટએટેકના કારણે મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, તારાપુર તાલુકાના સાંસેજ ગામે બુથ નં. 1 ખાતે ચૂંટણી કર્મચારી તરીકે ફરજ બજાવતા અમિત સોલંકીને અચાનક હાર્ટએટેક આવ્યો હતો. ગ્રામ પંચાયતમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા અમિત સોલંકીને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જોકે, ફરજ પરના ડોક્ટરોએ તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ચૂંટણી ફરજ દરમિયાન કર્મચારીના અવસાનથી ચૂંટણી તંત્ર અને સ્થાનિક વહીવટમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ફરજ બજાવતા કર્મચારીઓની સુરક્ષા અને આરોગ્યને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે. વહીવટી તંત્ર દ્વારા મૃતકના પરિવારને નિયમોનુસાર સહાય ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
