<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

ગુજરાત હાઈકોર્ટને ફરી બોમ્બ બ્લાસ્ટની ધમકી:સોલા પોલીસ ટીમ પહોંચી

બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને પણ જાણ કરાઈ :હાઈકોર્ટ પરિસરમાં તપાસ અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાની કાર્યવાહી

અમદાવાદ :ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર ધમકીભર્યો ઈમેઇલ મળતાં સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર એલર્ટ થયું છે. ઈમેઇલમાં બપોરે 1:11 કલાકે હાઈકોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ સોલા પોલીસની ટીમ હાઈકોર્ટ પરિસરમાં પહોંચી હતી. આ ઉપરાંત બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને પણ જાણ કરવામાં આવી છે. હાઈકોર્ટ પરિસરમાં તપાસ અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે આ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાત હાઈકોર્ટને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી.

(12:58 PM IST)