તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
કલોલના ઉનાલી ગામમાં આવેલ પોલી ગોલ્ડ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બોઇલરની એક્ઝિટ પાઇપ ફાટતા 2 લોકોના મોત
બોઇલર પાઇપ ફાટતા ત્યા કામ કરતો કર્મચારી અને ઊભેલો ગાર્ડ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા: કંપનીમાં અકસ્માત ઘટના બાદ FSL ,બોઇલર અધિકારી અને ફેક્ટરી ઇસ્પકેટર દ્વારા પણ ઘટનાની તપાસ હાથ ધરાઈ

ગાંધીનગરના કલોલના ઉનાલી ગામની સીમમાં આવેલ પોલી ગોલ્ડ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બોઇલરની એક્ઝિટ પાઇપ ફાટતા બે લોકોના મોત થયા છે. રવિવારે કંપનીની પ્રોડક્શન કામગીરી દરમિયાન બોઇલરની પાઇપ ફાટી હતી. બોઇલર પાઇપ ફાટતા ત્યા કામ કરતો કર્મચારી અને ઊભેલો ગાર્ડ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય એક શખ્સ ને ઇજાઓ પહોચતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કંપની પાઇપ ફાટવાની ઘટનાની જાણકારી મળતા સાંતેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોધી કાર્યવાહી શરૂ કરી હતી. કંપનીમાં અકસ્માત ઘટના બાદ FSL ,બોઇલર અધિકારી અને ફેક્ટરી ઇસ્પકેટર દ્વારા પણ ઘટનાની તપાસ હાથ ધરાઈ છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
