<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ભાડાના ફ્લેટમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું : પાંચ આરોપીની ધરપકડ

આરોપીઓ ગૂગલ વૉઇસ એપ્લિકેશન મારફતે અમેરિકન નાગરિકોનો સંપર્ક કરતા: પીડિતોને લોન મંજૂર થઈ ગઈ હોવાના બોગસ પત્ર મોકલી છેતરપિંડી આચરતા

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ ઈવાન-3 સોસાયટીના એક ભાડાના ફ્લેટમાંથી પોલીસે બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. નરોડા પોલીસે આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે તથા લેપટોપ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આરોપીઓ ગૂગલ વૉઇસ એપ્લિકેશન મારફતે અમેરિકન નાગરિકોનો સંપર્ક કરતા હતા અને લોન આપતી કંપનીના કર્મચારી હોવાની ખોટી ઓળખ આપતા હતા. ત્યારબાદ તેઓ પીડિતોને લોન મંજૂર થઈ ગઈ હોવાના બોગસ પત્ર મોકલી છેતરપિંડી આચરતા હતા.

તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ અગાઉ ગોવા સહિત અન્ય રાજ્યોના કોલ સેન્ટરોમાં કામ કરી ચૂક્યા છે, જ્યાંથી તેમણે આ ઠગાઈની તાલીમ મેળવી હતી. નરોડા પોલીસે તમામ આરોપીઓ સામે છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

(7:49 PM IST)