News of Wednesday, 24th June 2026
વડોદરાના ઘાઘરેટિયા વિસ્તારમાં આવેલા સોમા તળાવ બ્રિજ નીચેથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર
પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ ખસેડ્યો

વડોદરાના ઘાઘરેટિયા વિસ્તારમાં આવેલા સોમા તળાવ બ્રિજ નીચેથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ મૃતકની ઓળખ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ વ્યક્તિનું મોત કયા કારણોસર થયું તે જાણવા પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતના ચોક્કસ કારણ અંગે વધુ માહિતી સામે આવે તેવી શક્યતા છે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
