<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

સોમવારે કડીમાં નીતિન પટેલના જન્‍મદિન નિમિતે રકતદાન કેમ્‍પ- નવા સાંસદ રાજેષ શુકલનું સન્‍માન

પૂર્વ ડે. સી.એમ. માટે આનંદની ઘડી, સ્‍નેહની ‘કડી', સર્વથી વડી : ભાજપ અને અન્‍ય સંસ્‍થાઓનું આયોજનઃ ૫ હજાર વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરાશે

રાજકોટ, તા.૧૯: મહેસાણા જિલ્લાના કડી ખાતે તા.૨૨ જુન સોમવારે પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિન પટેલના  જન્‍મદિન નિમિતે તેમજ રાજયસભામાં ચુંટાયેલા શ્રી રાજેષ (રાજુ) શુકલના સન્‍માન નિમિતે સ્‍થાનિક ભાજપ અને અન્‍ય સંસ્‍થાઓ દ્વારા સવારે ૧૦ વાગ્‍યે ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે રકતદાન શિબીર અને સન્‍માન સમારંભ યોજાનાર છે.

શ્રી નીતિન પટેલના ૭૧માં જન્‍મદિવસના શુભ પ્રસંગે છેલ્લા ૧૧ વર્ષની પરંપરા પ્રમાણે મહારકત દાન કેમ્‍પઃ તા. ૨૨/ સોમવારે સવારે ૭-૧૫ કલાકથી બોપરે ૧-૧૫ કલાક સુધી આયોજન કરવામાં આવેલ છે. તથા કડીના પનોતા પુત્ર, શ્રી રાજેશભાઇ પરમાનંદભાઇ શુકલની ભારતીય જનતા પક્ષ દ્વારા રાજય સભાના સાંસદ સભ્‍ય તરીકે પસંદગી કરી તેમની બિનહરીફ વરણી કરવામાં આવી છે તેમનું કડીની વિવિધ સંસ્‍થાઓ અને અગ્રણીઓ દ્વારા સન્‍માન કરવાનો પ્રસંગે નિર્ધારેલ છે.

રકતદાન કેમ્‍પનો દીપ પ્રગટાવી શુભારંભ સમયઃ-સવારે ૯-૧૫ કલાકેઃ- ચંપાબેન રતિલાલ પટેલ ટાઉનહોલ, કડી, ખાતે પ્રારંભ કરવામાં આવ્‍યું કાર્યાલયમાં સંતો-મહંતો તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે.

શ્રી નીતિન પટેલના જન્‍મદિવસ પ્રસંગે શ્રી સત્તાવીસ સમાજ સરદાર યુવક મંડળ, કડીના ચીફ એવાઇઝર શ્રી મુકેશભાઇ પટેલની  રાહબરી હેઠળ યુવક મંડળના સર્વે સભ્‍યશ્રીઓના સહયોગથી વર્ષ ૨૦૧૪ સુધી ૧૧ વખત રકતદાન શિબિર કરી કુલ ૧૨૯૮૧ યુનિટ રકત એકત્રિત કરવામાં આવેલ છે. જેનો ઉપયોગ સેકડો દર્દીઓના જીવન બચાવવા માટે થયેલ છે.

મહેસાણા શહેરમાં શ્રી પ્રકાશભાઇ પટેલ-સોમેશ્વર ગ્રૂપ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ મહેસાણા શહેરની સરકારી પ્રાથમિક  શાળાના ધોરણ-૧ થી ૮ના અંદાજે પાંચ હજાર વિદ્યાર્થીઓને જરૂરિયાત પ્રમાણે પચ્‍ચીસ હજાર નંગ ચોપડાનું વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવશે.

આયોજક સંસ્‍થાઓમાં ભારતીય જનતા પક્ષ, કડી શહેર અને તાલુકો ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ, કડી નગરપાલિકાના સર્વે સભ્‍યશ્રીઓ તાલુકા પંચાયત/ જીલ્લા પંચાયતના સર્વે સભ્‍યશ્રીઓ શ્રી કડી નાગરીક સહકારી બેંકના સર્વે ડીરેકટરશ્રીઓ (૬) કડી તાલુકા  ખરીદ વેચાણ સંઘના સર્વે સભ્‍યોશ્રીઓ, કડી, પટેલ ભુવનના સર્વે સભ્‍યોઓ શ્રી વડવાળા હનુમાન મંદિર સેવા સંસ્‍થાન, કડીના સર્વે ભકતો વગેરેનો સમાવેશ થાય છે. 

(3:24 PM IST)