<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

ગાંધીનગરમાં રકતદાન કેમ્‍પ

રાજકોટઃ   ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટી ગાંધીનગર તથા ડો. સુભાષ ચાવડા આહીર વિદ્યાર્થી ભવનના સંયુક્‍ત ઉપક્રમે   આહીર વિદ્યાર્થી ભવન, સેક્‍ટર ૧૫, ગાંધીનગર ખાતે સમાજમાં રક્‍તદાન પ્રત્‍યે જાગળતિ ફેલાય અને થેલેસેમિયાના દર્દીઓને સમયસર લોહી મળી રહે તે હેતુસર રકતદાન  કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.જેમાં કુલ ૨૩ બોટલ બ્‍લડ એકત્રિત કરવામાં આવ્‍યું હતું. કેમ્‍પમાં રક્‍તદાન કરનાર દરેક ડોનરને આયોજકો તરફથી  ગિફ્‌ટ આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.આ પ્રસંગે   ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીના શ્રી જીલુભા ધાંધલએ રક્‍તદાતાઓનો આભાર વ્‍યકત કરેલ. 

(2:26 PM IST)