News of Saturday, 25th April 2026
સુરતથી સાંજે નીકળેલા રાજુલાના યુવાનની લોહી નીતરતી લાશ તળાજા નજીક હાઇવે પરથી મળી
સુરતથી નીકળેલ યુવાન અહીં કયાં વાહનમાં પહોંચ્યોઃ અકસ્માત સર્જાયો તો કયું વાહન હતું?: ભાંગતી રાત્રે ૩ વાગ્યા બાદ અજુગતું બન્યું

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૫: રાજુલા તાલુકાના કોટડી ગામનો રત્ન કલાકાર યુવાન ગતસાંજે સુરત થી પરિવાર ના સભ્ય પાસેથી ઉછીના રૃપિયા લઈ વતન આવવા સાંજે નીકળ્યો હતો. આ યુવાન ની લાશ તળાજા થી આગળ જાગધાર નજીક થી પસાર થતા હાઇવે પર પડી હોવાની જાણ દાઠા પોલીસ ને અંદાજે રાત્રીના સાડાત્રણેક વાગ્યા ના સુમારે થઈ હતી. સાંજે સુરત થી નીકળેલ યુવાન આટલો વહેલો અહીં કયાં વાહનમાં પહોંચ્યા અને તેમનું મૃત્યુ અકસ્માત થી થયું તો કઈ રીતે અને કયાં વાહન સાથે થયું તેવા અનેક સવાલો ઉભા થયાથઈ રહ્યા છે.
બનાવઅંગે તળાજા ની રેફરલ હોસ્પિટલ પરથી મળતી વિગત મુજબ દાઠા પો.ઇ રેવરને જાગધાર ગામ નજીક ની હોટલ થી આગળ હાઇવે રોડપર એક યુવાન ની લાશ પડીહોવાની જાણ થઈ હતી. પોલીસે ત્વરિત પહોંચી હતી. લોહિયાળ લાશનો કબ્જો લઈ તળાજા પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલ. મળેલ મોબાઈલ અને આધારકાર્ડના આધારે મૃતક રમેશભાઈ ડાયાભાઇ બાંભણીયા ઉ.વ.૩૫ ગામ કોટડી તા.રાજુલાનો હોવાની ઓળખ થઈ હતી. પરિચિત ને જાણ કરતા તેઓ તળાજા દોડી આવ્યા હતા.
પરિવાર જનોએ જણાવ્યું હતુ કે મૃતક અપરણીત છે.સુરત હીરાઘસે છે. ગઈકાલે સાંજે ૬ વાગે પરિવારના સભ્ય પાસે થી ઉછીના રૃપિયા લીધાબાદ અહીં આવવા નીકળેલ. અહીં તળાજા આવીને પરિવાર જનોએ જોતા રમેશભાઈ ની હાલત જોઈ કહી શકાય કે આંખો ફાટી ગઈ હતી.માથાના ભાગે ગંભીર ઇજાઓ,લોહીથી ભરેલ ચહેરો,જમણા પગ ના નીચેથી ફુરચા નીકળી જઈ ને હાડકું બહાર આવી ગયેલ, એજ રીતે જમણો હાથ ભાંગી ગયોહતો. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત થીજ મોત થયાનું માનવામાં આવે છે.પરંતુ આ યુવાન સુરત થી સાંજે નીકળ્યા બાદ વહેલી સવારે ૩ વાગ્યા મા આટલો જલ્દી અહીં કઈ રીતે પહોંચ્યો? તેમને રાજુલા અથવા તો કોટડી જવું હતું તો અહીં શા માટે આવ્યો અથવા તો વાહન માંથી ઉતર્યો?અહીં થી લાશ મળવા નું કારણ શું?વાહન અકસ્માત હોય તો કયાં વાહન સાથે અકસ્માત સર્જાયો તેવા અનેક સવાલો ઉદ્દભવી રહ્યા છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
