તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
વડોદરાના કમાટીપુરામાં ખાનગી ઓફિસમાં બ્લાસ્ટ: એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો
પ્રચંડ ધડાકાથી ઓફિસના કાચ તેમજ બહાર પાર્ક કરેલી કારના કાચ તૂટી ગયા:ઓફિસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો

વડોદરાના કમાટીપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી ઓફિસમાં અગરબત્તી સળગાવતી વખતે ગેસ લીકેજના કારણે થયેલા સંભવિત બ્લાસ્ટમાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હતો. પ્રચંડ ધડાકાથી ઓફિસના કાચ તેમજ બહાર પાર્ક કરેલી કારના કાચ તૂટી ગયા હતા, જ્યારે ઓફિસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક બહાદુરીપૂર્વક આગ પર કાબૂ મેળવતા મોટી હોનારત ટળી હતી. બાદમાં વડીવાડી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજ બાદ સ્પાર્ક થવાથી બ્લાસ્ટ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
