News of Thursday, 30th July 2026
છોટા ઉદયપુરના મોટા વાજપુર ગામે કાળમુખા દીપડાનો આતંક: ઘરના આંગણે રમતી માસૂમ બાળકી પર હુમલો કરી ફાડી ખાધી, કરુણ મોતથી સમગ્ર પંથકના લોકોમાં ભારે રોષ અને ફફડાટ

અમદાવાદ: છોટા ઉદયપુર જિલ્લાના મોટા વાજપુર ગામે એક અત્યંત હૃદયદ્રાવક અને કંપાવનારી ઘટના બની છે. મોટા વાજપુર ગામે પોતાના ઘરની પાસે રમી રહેલી એક એકદમ માસૂમ બાળકી પર અચાનક જંગલમાંથી આવી ચઢેલા કાળમુખા દીપડાએ ઘાતક હુમલો કર્યો હતો. દીપડાના આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીનું અત્યંત કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાને પગલે બાળકીના પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. ઘર આંગણે રમતી બાળકીનો ભોગ લેવાતા સમગ્ર વાજપુર ગામ અને આસપાસના વિસ્તારોમાં વન વિભાગની કામગીરી સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ વિસ્તારમાં દીપડાની દહેશતને કારણે લોકોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. માસૂમ બાળકીના આ રીતે અકાળે મોતથી આખા વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ છે અને ગ્રામજનો દ્વારા દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવા માટે ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
