News of Friday, 15th May 2026
અમદાવાદના માનસી સર્કલ પાસે બ્લેક કારનો અકસ્માત : 4 વાહનોને લીધા અડફેટે
ટક્કર એટલી ભયાનક હતી કે પાર્ક કરેલા વાહનોને વ્યાપક નુકસાન પહોંચ્યું

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા વ્યસ્ત માનસી સર્કલ પાસે એક બ્લેક કલરની XUV કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી આ કારે રોડની બાજુમાં પાર્ક કરેલા ચાર જેટલા વાહનોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે પાર્ક કરેલા વાહનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં મોટો અવાજ થતાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
