<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો રેકોર્ડબ્રેક વિજય નિશ્ચિત :ભાજપાના સુશાસન, વિકાસની રાજનીતિ અને ભયમુક્ત શાસનમાં જનતાને વિશ્વાસ:તરુણ ચુગજી

ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી અંતર્ગત ગાંધીનગર ખાતે વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજતા ભાજપા પ્રદેશ પ્રભારી: સંગઠનની સુદૃઢ વ્યવસ્થા, બુથ સ્તર સુધી સુચારુ સંચાલન, અસરકારક સંકલન સહિત વિવિધ સંગઠનાત્મક વિષયો અંગે માર્ગદર્શન આપતા તરુણ ચુગજી

ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુગજીએ આજે ગાંધીનગર ખાતે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજી હતી. તરુણ ચુગજીએ વોર્ડ ૧ થી ૬ અને વોર્ડ ૭ થી ૧૧ એમ બે તબક્કામાં અપેક્ષિત આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે તથા ત્યારબાદ ચુંટણી સંચાલન સમિતિ સાથે સંકલન બેઠક યોજી હતી.

  તરુણ ચુગજીએ બેઠકમાં ચૂંટણીમાં સંગઠનની સુદૃઢ વ્યવસ્થા, બુથ સ્તર સુધી સુચારુ સંચાલન, અસરકારક સંકલન સહિત વિવિધ સંગઠનાત્મક વિષયો અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ અત્યાર સુધીની કામગીરીની સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો રેકોર્ડબ્રેક વિજય નિશ્ચિત છે. ભાજપા તેના પર્ફોર્મન્સના આધારે જનતા વચ્ચે જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓ ઘર ઘર જનસંપર્કના માધ્યમથી જન જન સુધી પહોંચી રહ્યા છે. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ચુંટણીમાં જનતાના આશીર્વાદ ભાજપાને ચોક્કસપણે મળશે. વિકાસ વિરોધી અને ગુજરાત વિરોધી કોંગ્રેસને જનતા ફરી એક વખત જાકારો આપશે.
આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રીઓ ઋષિકેશભાઈ પટેલ,સંજયસિંહ મહિડા, શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે, મહાનગરના પ્રભારી નિરવભાઈ અમીન, ધારાસભ્યશ્રીઓ શ્રીમતી રીટાબેન પટેલ તથા અલ્પેશજી ઠાકોર, ચૂંટણી ઇન્ચાર્જ અમિતભાઈ શાહ, સહ ઇન્ચાર્જ જતીનભાઈ પટેલ સહિત અપેક્ષિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

(5:46 PM IST)