તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
ચૂંટણીના પરિણામો બાદ ભાજપના કાર્યકરોએ ગામનો રોડ ખોદી નાખ્યો: ચૈતર વસાવા
છોટા ઉદેપુરમાં ભાજપની હાર અને AAPની જીત બાદ ધમોડી ગામમાં JCBથી રોડ ખોદાયો: સરકારી પૈસે બનેલા રોડને નુકસાન, ભાજપ કાર્યકરો સામે કડક કાર્યવાહી ની માંગ: રાધીકા રાઠવા AAP

(ભરત શાહ દ્વારા ) નર્મદા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જોઈને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ બૌખલાઈ ગયા હોય એવું લાગે છે. કારણ કે પરિણામ બાદ ભાજપના કાર્યકરોએ એક ગામના રોડ જેસીબીથી તોડાવી નાખ્યા. આ મુદ્દે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં BJP ઉમેદવારની હાર અને આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત બાદ ધમોડી ગામમાં BJP સમર્થકો JCB લઈને આવ્યા અને ગામનો મુખ્ય RCC રોડ ખોદી નાખ્યો.
આ મુદ્દે છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ જણાવ્યું હતું કે, છોટા ઉદેપુરના ધમોડી ગામમાં ખૂબ જ નિંદનીય ઘટના બની છે અને બીજેપીના નેતાઓ એકદમ નિમ્નકક્ષાની રાજનીતિમાં ઉતરી આવ્યા છે. આ ગામમાં ભાજપના કાર્યકરો જેસીબી લઈને આવ્યા હતા અને આખો રોડ તોડી નાખ્યો છે, બીજી જગ્યાએ સામે પણ ખોદી નાખ્યું છે, જેથી બાઈકવાળા લોકો નીકળી ન શકે. સાથે સાથે અહીંયા મહિલા સહિતના લોકોને ધમકાવવામાં આવ્યા છે. આ રોડ જે હતો, એ બનાવવા માટે સરકારી પૈસાનો ઉપયોગ થયો હતો, કોઈના ઘરના પૈસાનો ઉપયોગ થયો ન હતો. અને આ આખા ગામનો રોડ છે, કોઈના ઘરનો રોડ નથી. તો આ મુદ્દે અમારી માંગણી છે કે આ કૃત્ય કરનાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
