<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

નર્મદા જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતો ગુમાવનાર ભાજપને મનોમંથનની જરૂર : આંતરિક જૂથવાદ ભુલવો પડશે

ધારાસભ્ય ચૈતર વસાવાએ મતદારોનો આભાર માની જિલ્લા તાલુકાઓમાં સુચારુ શાસન આપવાની વાત કરી હતી.

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામોમાં મોટું પરિવર્તન જોવા મળ્યું હતું. જિલ્લા પંચાયત સહિત અન્ય 6 તાલુકા પંચાયતમાંથી 4 તાલુકા પંચાયતો ડેડિયાપાડા, સાગબારા, ચીકદા અને ગરૂડેશ્વરમાં ભાજપનો સફાયો થઈ ગયો છે. અને આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ બહુમત મેળવ્યો છે. નર્મદા જિલ્લામાં રાજપીપળા નગરપાલિકા અને નાંદોદ તિલકવાડા તાલુકા પંચાયતો માં ભાજપની જીત થઈ છે, ત્યારે પેજ પ્રમુખો થી લઇ સિનિયર નેતા અને ઉપ મુખ્યમંત્રી આ ચૂંટણી માં ભાજપે મેદાનમાં ઉતાર્યા પણ મતદારોના મિજાજ ને ના બદલી શક્યા જેટલો આમ આદમી પાર્ટીનો ગ્રાફ હતો તેના કરતા વધ્યો ત્યારે આગામી વિધાન સભાનીચૂંટણી માં વધુ મજબૂત થઇ ને ચૈતર વસાવા ભાજપ સામે લલકાર કરે એ પહેલા ભાજપે મનોમંથન કરવું જરૂરી બન્યું છે. નર્મદા જિલ્લામાં ભાજપ માં ચાલતા જૂથવાદ ને ભેગા મળી  હલ કરવો જરૂરી બન્યો છે. નહિ તો આગામી નાંદોદ વિધાનસભા પણ ગુમાવવાનો વારો ના આવે તે ભાજપે જોવું પડશે.

આ બાબતે ભાજપ પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે રાજપીપળા નગરપાલિકા માં 28 માંથી 25 સીટો ભાજપે જીતી સાથે નાંદોદ અને તિલકવાડા તાલુકા પંચાયતો ભાજપે જીતી છે. જેની ખુશી છે અને મતદારો નો આભાર વ્યક્ત કરું છું બાકી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માં ભાજપની હાર થઇ છે. જે જીતવામાં ક્યાં કચાસ રહી એ બાબતે અમે મનોમંથન કરીશું. અને થયેલી ભૂલ ને સુધારવાનો પ્રયત્ન કરીશું. અને સંઘઠન વધુ મજબૂત બનાવવા પ્રયત્ન કરીશું.ની વાત કહી હારને ખેલદિલી પૂર્વક સ્વીકારી હતી. 
જોકે સામે ધારાસભ્ય ચૈતર વસાવા એ જીતની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે  કોઈ પણ સો બાજી છોડી બસ મતદારો સુધી જવાનો પ્રયત્ન કર્યો અને વિકાસની રાજનીતિ નહિ પણ સંવિધાન બચાવવાની વાત કરી લોકોના કામોની વાત કરી લોકો અમને સમજ્યા અને મત આપ્યો અમે રાજ્યમાં બીજા નંબરે આવ્યા છે. અમે જિલ્લા તાલુકામાં સારું સુશાન આપીશું લોકોના પાયા ના કામો કરીશું બાકી આગમો વિધાનસભામાં મજબૂત થઇ ને તમામ આદિવાસી બેલ્ટ પરની વિધાન સભાઓ જીતીશું.ભાજપ જેમ વિકાસ ની રાજનીતિ કરી નેતાઓ નો વિકાસ કરે છે પણ અમે લોકો નો વિકાસ કરીશું એટલે જનતાએ અમને આ મોકો આપ્યો છે જે સાચવીશું

(10:23 PM IST)