તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા વલસાડ જિલ્લાની મુલાકાતે :જાણીતા ઉદ્યોગપતિ મગનભાઈ સાવલીયાના નિવાસ સ્થાને તેમના પરિવારના સભ્યો સાથે આત્મીય મુલાકાત કરી
આ અવસરે વાપીના પ્રતિષ્ઠિત અને વિશિષ્ટ મહાનુભાવો યોગેશભાઈ કાબરીયા, નાનુભાઈ બામરોલીયા, મધુભાઈ માંગુકિયા, ડૉ. એસ.એસ. સિંહ તેમજ ડૉ. સિન્હાજી સાથે પણ વિશેષ સંવાદ કર્યો

વલસાડ :ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ તેઓના વલસાડ જિલ્લાના પ્રવાસ દરમ્યાન ગઇકાલે મોડી સાંજે જાણીતા ઉધોગપતિ અને સામાજિક અગ્રણી મગનભાઈ સાવલિયાના નિવાસસ્થાને તેમના પરિવારના સભ્યો સાથે આત્મીય મુલાકાત કરી હતી. આ અવસરે વાપીના પ્રતિષ્ઠિત અને વિશિષ્ટ મહાનુભાવો યોગેશભાઈ કાબરીયા,નાનુભાઈ બામરોલીયા,મધુભાઈ માંગુકિયા, ડૉ. એસ.એસ. સિંહ તેમજ ડૉ. સિન્હાજી સાથે પણ વિશેષ સંવાદ કર્યો હતો.
આ મુલાકાત દરમિયાન વિશ્વકર્માએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળના 12 વર્ષના સુશાસન, સેવા અને રાષ્ટ્રનિર્માણના ઐતિહાસિક વિકાસકાર્યો વિશે વિસ્તૃત ચર્ચા કરી વાર્તાલાપ કર્યો હતો. આ અવસરે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, વલસાડના સાંસદ અને પ્રદેશ સહ પ્રવકતા ધવલભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
