<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા ઓઢવ ખાતે ચાતુર્માસ અર્થે પધારેલ પૂજ્ય મુનિરાજોના મંગલ પ્રવેશ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

જગદીશભાઈ વિશ્વકર્માએ દિગંબર જૈન પરંપરાના પરમ પૂજ્ય ઉપાધ્યાય મુનિશ્રી ૧૦૮ સુદત્તસાગરજી મહારાજ અને પ્રસન્ન મનઃ પૂજ્ય મુનિશ્રી ૧૦૮ પ્રણુતસાગરજી મહારાજના ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવ્યા

અમદાવાદ : ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આજે અમદાવાદના ઓઢવ ખાતે ચાતુર્માસ (વર્ષાયોગ ૨૦૨૬) અર્થે પધારેલ પૂજ્ય મુનિરાજોના સ્વાગત માટે આયોજિત ભવ્ય મંગલ પ્રવેશ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ શુભ અવસરે જગદીશભાઈ વિશ્વકર્માએ દિગંબર જૈન પરંપરાના પરમ પૂજ્ય ઉપાધ્યાય મુનિશ્રી ૧૦૮ સુદત્તસાગરજી મહારાજ અને પ્રસન્ન મનઃ પૂજ્ય મુનિશ્રી ૧૦૮ પ્રણુતસાગરજી મહારાજના ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતાં.

(2:27 PM IST)