<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદના અમરાઈવાડી ખાતે મ્યુનિસિપલ કાઉન્સિલર ડૉ. રાકેશ સક્સેનાના લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું

જગદીશભાઈ વિશ્વકર્માએ જનસેવા, જનસંપર્ક અને જનકલ્યાણના સંકલ્પ સાથે સતત લોકોની વચ્ચે રહી સેવા કરવાનો પ્રયાસ વધુ મજબૂત બને તેવી શુભકામનાઓ પાઠવી

અમદાવાદ :ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે અમદાવાદના અમરાઈવાડી ખાતે મ્યુનિસિપલ કાઉન્સિલર ડૉ. રાકેશ સક્સેનાના લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું તથા વરિષ્ઠ નાગરિકો માટે AMTS/BRTSની નિઃશુલ્ક મુસાફરીના પાસનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે જગદીશભાઈ વિશ્વકર્માએ જનસેવા, જનસંપર્ક અને જનકલ્યાણના સંકલ્પ સાથે સતત લોકોની વચ્ચે રહી સેવા કરવાનો પ્રયાસ વધુ મજબૂત બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.
આ અવસરે મેયર હિતેશભાઈ બારોટ, શહેર ભાજપા અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો. ભાજપા આગેવાનો, સ્થાનિક નગરસેવકો સહિત કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

(1:00 PM IST)