<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વિવિધ નવરાત્રી મહોત્સવોમાં ઉપસ્થિત રહ્યા

દુર્ગા પૂજામાં સહભાગી થઈ મા દુર્ગાની આરાધના કરી :જગદીશભાઈ વિશ્વકર્માએ માં અંબાના ચરણોમાં સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો

ગાંધીનગર :માં અંબાની આરાધનાના મહાપર્વ, આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા, ભક્તિભાવ અને ગરબાની લોકસંસ્કૃતિના પ્રતિબિંબ, સૌ ગુજરાતીઓના પ્રિય તહેવાર નવરાત્રીના છઠ્ઠા નોરતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વિવિધ નવરાત્રી મહોત્સવોમાં ઉપસ્થિત રહ્યા હતા.

તેઓએ ઉવારસદ, ગાંધીનગર સ્થિત કર્ણાવતી યુનિવર્સિટી ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં દુર્ગા પૂજામાં સહભાગી થઈ મા દુર્ગાની આરાધના કરી હતી. અમદાવાદ ખાતે નવ BEAT ગરબા મહોત્સવ અને સ્વર્ણિમ નગરી ગરબામાં ઉપસ્થિત રહી જગદીશભાઈ વિશ્વકર્માએ માં અંબાના ચરણોમાં સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ ઉપરાંત જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદના સોલા વિસ્તારમાં આયોજિત Zee 24 કલાકના નવરાત્રી મહોત્સવ ‘વાઇબ્રન્ટ નોરતા’માં પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગોએ તેમણે નવરાત્રીના પાવન પર્વની સૌને શુભકામનાઓ પાઠવી હતી.

(1:10 PM IST)