તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
ઓઢવ ખાતે આયોજિત યોગ શિબિરમાં નાગરિકો સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કર્યો યોગાભ્યાસ : 'સ્વસ્થ કાયા, સશક્ત સમાજ' ના સંકલ્પને ચરિતાર્થ કરવા આહવાન
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય યોગને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર યોગ ક્ષેત્રે અગ્રેસર - જગદીશભાઈ વિશ્વકર્મા

અમદાવાદ: આગામી ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વતૈયારીઓના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યમાં યોગમય માહોલ સર્જાયો છે. આ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઓઢવ ખાતે એક વિશેષ અને ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ખાસ ઉપસ્થિત રહીને તમામ નાગરિકોની સાથે ઉત્સાહભેર યોગાભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે 'સ્વસ્થ કાયા, સશક્ત સમાજ' ના સંકલ્પને વધુ મજબૂત કરવા તથા નિરોગી અને ઉર્જાવાન જીવન જીવવા માટે યોગને દરેક નાગરિકના દૈનિક જીવનનો અનિવાર્ય હિસ્સો બનાવવા ભાવભરી અપીલ કરી હતી.
ઓઢવ ખાતે આયોજિત આ પ્રેરણાદાયી શિબિરમાં જનમેદનીને સંબોધિત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આપણે સૌ દેશવાસીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવો જોઈએ, કારણ કે તેમણે ભારતની પ્રાચીન સંસ્કૃતિના અમૂલ્ય વારસા સમાન યોગને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. તેમના અથાણ વ્યુહાત્મક પ્રયાસોના પરિણામે જ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૧ જૂનને 'વિશ્વ યોગ દિવસ' તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે અને આજે સમગ્ર વિશ્વે ભારતની આ ધરોહર તથા યોગના વૈજ્ઞાનિક મહત્વને સહર્ષ સ્વીકાર્યું છે.
તેમણે ઉપસ્થિત નાગરિકોને યોગથી થતા શારીરિક અને માનસિક ફાયદાઓ અંગે વિસ્તૃત જાણકારી આપતા ઉમેર્યું હતું કે, સમાજમાં યોગ પ્રત્યે જનજાગૃતિ વધારવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. યોગના આરોગ્યલક્ષી અગણિત લાભો અને રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) વધારવામાં તેની ચાવીરૂપ ભૂમિકા અંગે વધુમાં વધુ લોકોને માહિતગાર કરવા જોઈએ. સમાજના દરેક વર્ગના લોકો યોગને પોતાના રોજિંદા જીવનનો ભાગ બનાવે તે માટે સૌ નાગરિકોએ અન્ય લોકોને પણ સતત પ્રેરણા આપવી જોઈએ તે સમયની મુખ્ય માંગ છે.
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે, યોગ એ સદીઓથી આપણી ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન અને પવિત્ર ભાગ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી માર્ગદર્શન તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્રિય પ્રયાસોથી જ આજે ગુજરાતના ગામેગામ અને શહેરોમાં આવી વ્યાપક યોગ શિબિરોનું સફળ આયોજન થઈ રહ્યું છે. ભારત સરકાર દ્વારા વર્તમાન સમયમાં યોગના પ્રચાર-પ્રસાર પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિશેષ આભાર વ્યક્ત કરતાં સત્તાવાર રીતે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પ્રજાના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે યોગના ક્ષેત્રમાં ખૂબ જ મોટા પાયે વ્યાપક કાર્યો કરી રહી છે.
આ વિશેષ કાર્યક્રમના અંતમાં તેમણે મંચ પર ઉપસ્થિત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના સરાહનીય યોગદાનની મુક્તમને પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચેરમેન શિશપાલજીના કુશળ નેતૃત્વ હેઠળ રાજ્યમાં હજારોની સંખ્યામાં પ્રોફેશનલ યોગ શિક્ષકો તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રશિક્ષિત યોગ શિક્ષકો આજે રાજ્યના ખૂણે-ખૂણે જઈને સામાન્ય નાગરિકોને યોગનું સાચું શિક્ષણ આપી રહ્યા છે અને તેના અદભુત ફાયદાઓથી જનતાને અવગત કરાવીને સ્વસ્થ સમાજના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
