<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

ભાજપા પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘજી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં આજે ભાજપાની વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજાઈ

લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાનની પ્રદેશ ટીમ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપતા પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘજી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા: ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ‘જનજાતિ ગૌરવ સપ્તાહ-૨૦૨૬’ની ઉજવણી સંદર્ભે માટે પ્રદેશ આદિજાતિ મોરચાની બેઠક યોજાઈ :ગાંધીનગરના કોટેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરતા ભાજપા પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘજી

ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, આજે ભાજપા પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘજી તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપાની વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજાઈ હતી. આ વિભિન્ન બેઠકોમાં પ્રદેશ સહ પ્રભારી અજય મહાવરજી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રીઓ પ્રશાંતભાઈ કોરાટ, અજયભાઈ બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત ભાજપા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ખાતે ભાજપા પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘજી તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કોંગ્રેસ દ્વારા દેશમાં અશાંતિ અને અરાજકતા ફેલાવી દેશની સંવૈધાનિક સંસ્થાઓ સામે પાયાવિહોણા પ્રશ્નો ઊભા કરી જનતામાં ભ્રમ ફેલાવવાના કરાઇ રહેલા પ્રયાસ સામે તથ્યોને ઉજાગર કરવા ભાજપાના ‘ લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાનની પ્રદેશ ટીમ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત તેઓએ ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે આયોજિત પ્રદેશ આદિજાતિ મોરચાની પ્રદેશ બેઠકમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ‘જનજાતિ ગૌરવ સપ્તાહ-૨૦૨૬‘ અંતર્ગત ૧૧ નવેમ્બર થી ૧૮ નવેમ્બર દરમિયાન આયોજિત થનારા વિવિધ કાર્યક્રમો સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવા સહિત આદિજાતિ સમાજમાંથી આવતા રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદઓ, ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ અને અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
‘જનજાતિ ગૌરવ સપ્તાહ-૨૦૨૬‘ અંતર્ગત જનજાતિ સ્મારકોની સફાઈ, દીપોત્સવ, ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ, જનજાતિય સ્વાભિમાન સંમેલનો તથા રમતગમત સ્પર્ધાઓ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.
આ ઉપરાંત ગાંધીનગરના સેકટર
-૧૨ સ્થિત ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે પ્રદેશ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઇ હતી જેમાં
પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘજી, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા સહ પ્રભારી અજય મહાવરજીએ ઉપસ્થિત રહી આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી આગામી સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજન સંદર્ભે વિસ્તૃત પરામર્શ કર્યો હતો. બેઠકમાં પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ શ્રી માનસિંહ પરમાર સહિત આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આજે ગુજરાત પધારેલા ભાજપા પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજીએ સવારે ગાંધીનગરના કોટેશ્વર સ્થિત કોટેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.



 

(7:41 PM IST)