News of Wednesday, 29th April 2026
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જબરદસ્ત પ્રદર્શન કરી ઐતિહાસિક જીત નોંધાવી
કડી તાલુકા પંચાયતની 30માંથી 24 બેઠકો ભાજપે જીતી:કડી વિસ્તારમાં આવતી મહેસાણા જિલ્લા પંચાયતની તમામ 7 બેઠકો પર પણ ભાજપે બાજી મારી:કોંગ્રેસના જિલ્લા પ્રમુખના વતન ઝાલસોડામાં પણ ભાજપે જીત મેળવી વિરોધ પક્ષને મોટો ઝટકો આપ્યો :કડી તાલુકાની 2 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થઈ

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ વિજય હાંસલ કરીને વિરોધ પક્ષના સૂપડા સાફ કરી દીધા છે. ખાસ કરીને કડી તાલુકા પંચાયતની 30 બેઠકોમાંથી 24 બેઠકો પર ભગવો લહેરાવી ભાજપે સત્તા કબજે કરી છે, જ્યારે જિલ્લા પંચાયતની તમામ 7 બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે. આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર કોંગ્રેસ પ્રમુખના વતનમાં જોવા મળ્યો હતો, જ્યાં તેમના પોતાના જ ગઢમાં ભાજપે જીત મેળવી છે અને ઝાલસોડા બેઠક પર ભવ્ય બાજી મારી છે. કડીમાં સ્થિતિ એવી સર્જાઈ હતી કે કોંગ્રેસના 2 ઉમેદવારોની ડિપોઝીટ પણ ડૂલ થઈ ગઈ હતી. આ ઉપરાંત, કડી નગરપાલિકામાં ભાજપની 28 બેઠકો પર બિનહરીફ જીત થઈ છે. આ ઐતિહાસિક સફળતા બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂકવા બદલ તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
